ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો! પાલીતાણા અને તળાજાના 17 ગામોને કરાયો એલર્ટ
શેત્રુંજી ડેમ છલકાઇ જવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે.
Trending Photos
Gujarat Rains: ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ કે જેની કુલ જળસંગ્રહની ક્ષમતા ૩૪૬.૬૮ મીલિયન ઘ.મી છે. આવી વિશાળ ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેર તેમજ પાલીતાણા અને ગારિયાધારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ડેમ ગત રાત્રીના ઉપરવાસ તેમજ ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે છલક સપાટીએ પહોંચતા ડેમના દરવાજા ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, હાલ 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હોય આ ડેમ હેઠળ આવતા પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકા ના 12 ગામો મળી કુલ 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે શેત્રુંજી ડેમ છલકાઇ જવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે.
શેત્રુંજી ડેમ ભરાઈ જવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ શેત્રુંજી ડેમનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે