બેંકમાં રૂપિયા ભરવા જાવ તો સાવધાન રહેજો, સુરતમાં એક રત્ન કલાકાર બુરી રીતે ભોગ બન્યા
crime news : ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા સુરત શહેરના 9 ગુના ઉકેલાઇ ગયા છે. આ ગેંગનો મુખ્ય આરોપી મિતેષ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળેલી છે. જોકે તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો
Surat News ચેતન પટેલ/સુરત : બેંકમાં રૂપિયા ભરવા આવતા લોકોને યુક્તિ પ્રયુક્તિથી છેતરી રૂપિયા પડાવી લેતા ત્રણ સામે કાપોદ્રામાં ગુનો નોંધાયો હતો. કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે બેંકમાં રૂપિયા ભરવા ગયેલા રત્નકલાકારને બે ગઠીયાઓએ 1.80 લાખની રકમ ખાતામાં ભરવાનું કહી યુવક પાસેથી 30 હજારની રકમ લઈ રૂમાલમાં કાગળની નોટો પધરાવી ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા ત્રણ આરોપી ઝડપાયા હતા.
જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાવ તો સાવધાન રહેજો. સુરત માં ઠગબાજો અનેકો ને લાલચ આપી ભોળવી છેતરપીંડી કરી રૂપિયા લઈ નાસી જાય છે. તેવી ઘટના સામે આવે છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં 19મી તારીખે સવારે રત્નકલાકાર હિતેશ બેંકમાં પૈસા ભરવા માટે ગયો હતો. બેંકમાં રૂપિયા જમા કરાવવા લાઇનમાં ઊભો હતો તે વખતે એક ગઠીયો પાછળ ઊભેલો હતો. ગઠીયાએ હિતેશને કહ્યું કે મારી પાસે 1.80 લાખની રકમ છે. જો કે મને બેંક ખાતા નંબર યાદ નથી, મારી મદદ કર એમ કહી બહાર લઈ ગયો હતો.
વૈશાખમાં માવઠું : અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ
બીજી બાજુ, બહાર અન્ય એક ગઠીયો ઊભો હતો. બેંકમાં મળેલા શખ્સે કહ્યું કે આ મારો મિત્ર છે અને તેની માતા યુપીમાં રહે અને તે બિમાર છે. મારા મિત્રને પૈસાની જરૂર છે અને તેને મળવા માટે યુપી જવું છે. રત્નકલાકારને વિશ્વાસમાં લઈ રૂમાલમાં વિટાળેલા 1.80 લાખની રકમ આપી છે એમ કહીને તેની પાસેથી 30 હજારની રકમ પડાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
રત્નકલાકારે બેંકમાં રૂપિયા ભરવા માટે રૂમાલ ખોલ્યો તો તેમાંથી કાગળની નોટો મળી હતી. ત્યારબાદ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મિતેષભાઇ વામનભાઇ રાઠોડ, કમલેશભાઇ ઉર્ફે રાજશા સત્યનારાયણ તીવારી અને વિનયસિંગ અનિલસિંગ રાજપુતને ઝડપી પાડ્યા હતા.
ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા સુરત શહેરના 9 ગુના ઉકેલાઇ ગયા છે. આ ગેંગનો મુખ્ય આરોપી મિતેષ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળેલી છે. જોકે તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. આ ગેંગ એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતા હતા તેવુ સુરત એસીપી વિપુલ પટેલે જણાવ્યું.