ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના કેસમાં ભડાકો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર જાગતુ નથી. તાજેતરમાં જ મૃતકોને અગ્નિદાહ આપવાનો કિસ્સો ચર્ચાયો હતો. ત્યારે તંત્રનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ‘બસમાં જગ્યા નથી...’ કહીને સુરતમાં કોરોનાની મહિલા દર્દીને પાલિકાની ટીમે અધવચ્ચે જ ઉતારી દીધી હતી. ઘરે આવીને ગણતરીના કલાકોમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે સુરતમાં ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા છે. 


સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે મૂકીને પાલિકાની ટીમ જતી રહી હતી. 13 જુલાઈના રોજ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં જગ્યા ન હોવાનું કારણ ધરી વૃદ્ધાને ઘરને બદલે ટીમે કાપોદ્રા રસ્તે અધવચ્ચે મૂકી દીધી હતી. પરિવાર વૃદ્ધાને ઘરે લઈ જતા જ ગણતરીના કલાકમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપાની ટીમ દોડતી થઈ હતી. મહિલાનો મૃતદેહ સ્મીમેર પોસ્ટમોટર્મ રૂમ ખાતે મોકલી આપયો હતો. 


દિલ્હીની ટીમનું ગુજરાતના ડોક્ટરોને સૂચન, ‘કોરોના રિપોર્ટની સાથે ક્લિનિકલ જજમેન્ટ, દર્દીના શારીરિક બદલાવો પર પણ નજર રાખો’


મૃતક મહિલાના દીકરા શૈલેશ ચોવટિયાએ જણાવ્યું કે, હું ઠાકોરબા સોસાયટીમાં રહું છું. મારા મમ્મીનું નામ હેમીબેન છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને 13 જુલાઈના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના બાદ 17 જુલાઈએ સાંજે 6 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને ડિસ્ચાર્જ કરાયા છે. તેથી હું તેમની રાહ જોઈને અમારા ઘર પાસેના રોડ પર ઉભો હતો. પરંતુ 8 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાઓ. હું મારી ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો. તો પાલિકાના લોકોએ મારી મમ્મીને રોડ બસમાંથી ઉતારી દીધી હતી. મારી મમ્મી ત્યાં સૂતી હતી. બાદમાં હું તેઓને ઘરે લઈ આવ્યો. જેન બાદ તરત સાડા આઠથી 9 વાગ્યાની વચ્ચે મારા મમ્મી મૃત્યુ પામ્યા હતા. બાદમાં મારા ઘરમાં તેમનો મૃતદેહ ખુલ્લો પડી રહ્યો હતો. 104 અને 102 પર ફોન કરીને મેં તાત્કાલિક જાણ કરી હતી. હોસ્પિટલ તરફથી મારા મમ્મીના ડિસ્ચાર્જ અંગે પણ અમને કોઈ કાગળો અપાયા ન હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર