દિલ્હીની ટીમનું ગુજરાતના ડોક્ટરોને સૂચન, ‘કોરોના રિપોર્ટની સાથે ક્લિનિકલ જજમેન્ટ, દર્દીના શારીરિક બદલાવો પર પણ નજર રાખો’

દિલ્હીની નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. તમામે સુરતની સ્થિતિની અંગે સમીક્ષા બેઠક કરી ઝીણવટપુર્વક ચર્ચા કરી હતી. 

દિલ્હીની ટીમનું ગુજરાતના ડોક્ટરોને સૂચન, ‘કોરોના રિપોર્ટની સાથે ક્લિનિકલ જજમેન્ટ, દર્દીના શારીરિક બદલાવો પર પણ નજર રાખો’

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીની નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. તમામે સુરતની સ્થિતિની અંગે સમીક્ષા બેઠક કરી ઝીણવટપુર્વક ચર્ચા કરી હતી. 

નીતિ આયોગના સભ્ય વિનોદ પોલએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ના દર્દીઓને ખાલી બેડ હોય તેવી હોસ્પિટલ સુધી પહોંચાડવા, આરોગ્યસતુ એપ્લીકેશન, ધનવન્તરી રથનો વ્યાપ વધારવા અને લોકજાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વયં સુરક્ષા અને વધુ સુરક્ષાને મહત્વ આપી, સંક્રમિત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરીને કોરોનાનો વ્યાપ રોકવા તાતી જરૂરિયાત છે, આ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં સારા પરિણામો મળશે. 

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર

નવી સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાતમાં તેઓએ કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સરકારી અને ખાનગી ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરો સાથે પણ વાર્તાલાપ  કર્યો હતો. ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોના સંકટમાં દેશના આધારસ્થંભ સમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફે લોકોની જિંદગી બચાવવાની સાથોસાથ પોતાની જાતને સુરક્ષિત રાખવી પણ જરૂરી છે. આપણાં માટે કોરોનાગ્રસ્ત દર્દીઓની એક એક જિંદગી કિંમતી છે. સંકટના સમયમાં પણ શીખવાનું છે, અને આફતના સમયમાં મેળવેલા અનુભવના ભાથાનો ઉપયોગ ભવિષ્યમાં આવનારી આપત્તિઓ, મહામારી અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે પણ લડવા માટે કરવાનો છે. 

કોરોના ઈફેક્ટ : જામનગર-અમરેલીમાં ચાની લારી અને પાનના ગલ્લા પર પ્રતિબંધ 

ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે, ડોકટરોએ દર્દીના માત્ર કોરોના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ પર જ નિર્ભર ન રહેવાના બદલે ક્લિનિકલ જજમેન્ટ અને પેશન્ટ ના શારીરિક બદલાવો પર નજર રાખવી જોઈએ. ટોસિલીઝુમેબ ઈન્જેકશન સંદર્ભે લોકોમાં, દર્દીઓમાં ગેરમાન્યતા પ્રવર્તે છે. ટોસિલીઝુમેબ વન્ડર ડ્રગ હોવાની માન્યતાના કારણે જરૂરિયાત ધરાવતા દર્દીઓ વંચિત રહે છે. આ ઈન્જેકશન આપવાના આરોગ્ય વિભાગના ચુસ્ત પેરામીટરને અનુસરીને જ ઈન્જેકશન લેવાં જરૂરી છે. આ ઈન્જેકશન તમામ દર્દીઓને સ્વસ્થ થઈ શકે છે એવી માનસિકતાના કારણે નફાખોરી થવાની સમસ્યા પણ ઉભી થઈ છે, દર્દીના શારીરિક સ્થિતિ પ્રમાણે આ ઈન્જેકશન ઇમ્યુનિટી બુસ્ટરનું કામ ચોક્કસ કરે છે, પરંતુ દરેક દર્દીએ ઈન્જેકશન લેવાનો દુરાગ્રહ રાખવો ન જોઈએ, અને પોતાની સારવાર કરતાં તબીબોના અભિપ્રાય પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. કોરોનામુક્ત થયેલાં વ્યક્તિઓ પ્લાઝમાં ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓ માટે સંજીવની આપવાનું કાર્ય કરી શકે છે, પરંતુ દરેક ડોનરમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી બોડી હોવા જરૂરી છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં એન્ટી બોડી બને તો જ પ્લાઝમાં ડોનેટ કરવાનો અભિગમ સાર્થક બની શકે. જેથી પ્લાઝમા ડોનેશન પહેલાં બ્લડ ટેસ્ટ કરી શરીરમાં એન્ટી બોડીનું પ્રમાણ ચકાસવામાં આવે તે પણ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરીને પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે.  વડીલો અને કોમોર્બીડ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમજ નિયત લક્ષણો હોવાની જાણ થયા પછી પણ સમયસર યોગ્ય સારવાર માટે ઉદાસીન વલણ દાખવે છે, જેથી જ્યારે દાખલ થાય છે ત્યારે તેમની તકલીફ વધી જાય છે એ પણ વાસ્તવિકતા છે. 

કોરોના સામેની લડાઈમાં સરકારની આરોગ્ય માર્ગદર્શિકાને ગંભીરતાથી અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, લોકજાગૃતિ અને લોક સહકાર વિના કોરોના સામેનો જંગ જીતવો મુશ્કેલ છે, કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક અને મહત્વની હોય છે, ત્યારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સોશિયલ ડિસ્ટન્સ, સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી વખતોવખતની સૂચનાઓનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news