પોલીસ સ્ટેશનમાં કર્મચારીની ખુલ્લેઆમ દાદાગીરી, ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન
Surat Police : સુરતની અડાજણ પોલીસ ફરીએકવાર વિવાદમાં... ફરિયાદ માટે ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન... વીડિયો ઉતારતા આપી ફરિયાદ નોંધવાની ધમકી
Gujarat Police ચેતન પટેલ/સુરત : ગુજરાત પોલીસની આવી તે કેવી દાદાગીરી, કે પોતાના પ્રશ્નો માટે નાગરિકો પોલીસ સ્ટેશન જઈને કંઈ બોલી પણ ન શકે. સુરત પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા પર પોલીસ કોન્સ્ટેબલ ગુસ્સે થયો હતો. ત્યારે પોલીસની ગેરવર્તણૂંકનો વીડિયો સામે આવ્યો છે.
દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં ન આવ્યું.
રામાણીનો મોટો ધડાકો : અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ
પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ. પોલીસ કર્મચારીએ મહિલાને કહ્યું કે, મારી પરમિશન વગર વીડિયો ઉતારે છે. હમણાં ગુનો દાખલ કરું છું. આમ, મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.
સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે વીડીયો ઉતારે તો આઇટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી. વાયરલ વીડિયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે?
તપાસના આદેશ અપાયા
પોલીસની દાદાગીરી સામે વાયરલ વીડિયો મામલે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, વાયરલ વીડિયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અડાજણ પીઆઈને તપાસ સોંપવામાં આવી છે. એક અરજી સંદર્ભે મહિલા અડાજણ પારસ પોલીસ ચોકી આવી હતી. આ બાબતે જે મહિલા સાથે વાતચીત થઈ છે તેની તપાસ ચાલુ છે. જો પોલીસકર્મીની બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગેનીબેને કોંગ્રેસને સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો...