ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....

Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
 

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....

Gujarat Lok Sabha Election Result : બનાસની બેને એકલા હાથે ભાજપને પછડાટ આપી છે. એકમાત્ર ગેનીબેન ઠાકોરની જીતને કારણે ગુજરાતનું લોકસભા ચૂંટણીનું પરિણામ ચર્ચામા આવ્યું છે. ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત માટે જિલ્લાના તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. બહાર રહેતા લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવી મતદાન કરાવનાર લોકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે બનાસકાંઠાની જનતાને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, પાર્ટીના વિરોધમાં  કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય લેટ ગો ની ભાવના રાખી નથી.

ગેનીબેનને કોંગ્રેસને સલાહ 
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય  એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ. 

પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે 
તેમણે કહ્યું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ  અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં  કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી. જ્યારે ઈમાનદારીની વાત આવે તો કોંગ્રેસનો કોઈપણ કાર્યકર નાનામાં નાની ચૂંટણી મારી મદદથી લડવાનો હોય તો મેં એને પુરી મદદ કરીને જીતડવાના પ્રયત્નો કર્યા છે. માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.

30406 વોટથી ગેનીબેનનો વિજય 
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. તો સામે ભાજપના રેખાબેન ચૉધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી માત આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news