રામાણીનો મોટો ધડાકો : અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે

Rajkot Game Zone Fire Case : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગેમઝોનના સંચાલક યુવરાજસિંહનો મોટો ખુલાસો.. ગેમઝોનનું ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે લીધા હતા દોઢ લાખ રૂપિયા..  તો નીતિન રામાણી બોલ્યા, ડિમોલીશન અટકાવવામાં મારી કોઈ ભૂમિકા નહીં

રામાણીનો મોટો ધડાકો : અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે

Rajkot News : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં એકબીજા પર દોષનો ટોપલો મૂકવામાં આવી રહ્યો છે. પણ હીકકત એ છે કે, સૌથી મોટી ભૂલ સિસ્ટમની છે, જેને કારણે 27 લોકો જીવતા ભૂંજાયા. આગકાંડ બાદ હવે નવા નવા આરોપ થયા છે. રાજકોટ મનપાના અધિકારીઓની સંડોવણી બાદ પદાધિકારીઓની પણ સંડોવણીઓ ખુલી છે. ભાજપના જ કોર્પોરેટરે રૂપિયા લઈ ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું તેવો આરોપ ઉઠતા જ ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, અડધું રાજકોટ ગેરકાયદેસર છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે.

ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમઝોનનું ડિમોલિશન
મહત્વનું છે કે, એક વર્ષ પહેલા જ ટીઆરપી ગેમઝોનનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે, તો પણ ગેમઝોન દુર્ઘટનાના દિવસ સુધી ચાલી રહ્યો હતો. ત્યારે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ધડાકો કર્યો કે, ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમઝોનનું ડિમોલિશન. સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટરોનો સંપર્ક કરાયો હતો. ત્યારે ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલિશન અટકાવ્યું હતું. ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી. અધિકારીઓએ આધિકારિક જાણકારી આપવાનો ઈન્કાર કર્યો હતો. 

ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા મેં આર્કિટેકનો સંપર્ક કરાવ્યો હતો
ત્યારે સમગ્ર મામલે કોર્પોરેટરનું નામ ખૂલ્યું છે. ત્યારે આગામી સમયમાં કોર્પોરેટરોની પણ પૂછપરછ થઈ શકે છે. આ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ખુલાસા કર્યા કે, ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા મેં આર્કિટેકનો સંપર્ક કરાવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામો TPO સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું તેમણે કબૂલ્યું. TPO સાગઠિયાની અનેક આર્કિટેકો સાથે સાંઠગાંઠ હતી અને વહીવટ કરી કાયદેસર કરી આપતા. અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય સરકારનું ધ્યાન દોર્યું નહોતું.

રૂપિયા દીધા વગર કોઈ કામ જ થતું નથી
વોર્ડ નં 13ના કોર્પોરેટર નીતિન રામાણીની ZEE 24 કલાક સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, TRP ગેમઝોન કાયદેસર કરવા પ્રકાશ જૈનના કાકા વી.ડી.જૈનને મને સંપર્ક કરાવ્યો હતો. આર્કિટેકને સંપર્ક કરાવી આપ્યો હતો અને ઇમપેક્ટ ફી ભરી કાયદેસર કરાવી આપવા કહ્યું હતું. TPO અને આર્કિટેકની સાંઠગાંઠની સાયકલ હોય છે. રૂપિયા દીધા વગર કોઈ કામ જ થતું નથી. અડધું રાજકોટ ગેરકાયદેસર છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news