• સુરતના પર્વત પાટિયા વિસ્તાર ખાતે રહેતા પરેશ ધાકેચા નામના યુવાને ભારત બંધનું એલાન કરનાર લોકોને ખાસ સંદેશ આપ્યો હતો


ચેતન પટેલ/સુરત :આજે કૃષિ બિલને પગલે ભારત બંધ (bharat bandh) નું આહવાન કરાયું છે. ત્યારે કેટલાક લોકો આ બંધના સમર્થનમાં છે, અને કેટલાક લોકો તેના વિરોધમાં છે. આવામાં સુરત શહેરના એક યુવાન દ્વારા ભારત બંધના એલાનના દિવસે ખાસ આ બંધનો વિરોધ નોંધાવ્યો હતો. તેને પોતાના ટીશર્ટ ઉપર એક ખાસ સંદેશ લગાવ્યો છે. જેમાં લખાવ્યું છે કે, ‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહીં રહે...’


આ પણ વાંચો : CM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આજે આંદોલનનો ૧૩ મો દિવસ છે. તેમજ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં કેટલાક લોકો ભારત બંધનો વિરોધ કરતા પણ જોવા મળ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તાર ખાતે રહેતા પરેશ ધાકેચા નામના યુવાને ભારત બંધનું એલાન કરનાર લોકોને ખાસ સંદેશ આપ્યો હતો. જેમાં તેને પોતાના ટીશર્ટ ઉપર એક જ સ્ટીકર ચોંટાડવામાં આવ્યું છે. જેની ઉપર લખવામાં આવ્યું હતું કે, ભારત બંધ ક્યારે થાય નહિ. પરેશે ટીશર્ટના બંને બાજુ આ પીળા રંગનું સ્ટીકર ચોંટાડ્યું હતું.


આ પણ વાંચો : ભારત બંધ વચ્ચે અમરેલીમાં પરેશ ધાનાણી અને દિલીપ સંઘાણી વચ્ચે જોવા જેવા દ્રશ્યો સર્જાયા


પરેશ ફૂટપાથ પર ગારમેન્ટ વેચવાનો વ્યવસાય કરે છે. આજે જ્યારે ભારત બંધનું એલાન વિપક્ષ અને અનેક ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે પરેશ દ્વારા અનોખી રીતે ભારત બંધનું સમર્થન કરવામાં આવ્યું નથી.