Bad Cholesterol: વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ

Bad Cholesterol: જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી સમય રહેતા પોતાની ડાયટમાં ફેરફાર કરી લેવા જોઈએ. જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો આ 7 ફળ રોજ ખાવા જોઈએ. આ ફળ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

Bad Cholesterol: વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ

Bad Cholesterol: કોલેસ્ટ્રોલ એવી સમસ્યા છે જેનાથી પીડિત લોકોની સંખ્યા દુનિયાભરમાં કરોડોમાં હશે. બેડ કોલેસ્ટ્રોલ એવો પદાર્થ છે જે શરીરની નસોમાં જામી જાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા ઊભી કરે છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ પેટમાં દુખાવા સહિતની સમસ્યા પણ કરી શકે છે. 

જો બેડ કોલેસ્ટ્રોલ સતત વધી રહ્યું હોય તો સ્થૂળતા સહિતની સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જરુરી છે કે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી સમયસર રાહત મેળવવી. આ કામમાં કેટલાક ફળ મદદ કરી શકે છે. શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવું હોય તો 7 પ્રકારના ફળ ખાવાનું રાખવું જોઈએ. આ 7 ફળમાં એવા પોષક તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતા ફળ 

1. વિટામીન સીથી ભરપુર સંતરા શરીરમાં જામેલા પ્લાકને ઘટાડે છે. સંતરા ખાવાથી પોષક તત્વ શરીરને મળે છે અને હૃદય રોગ પણ અટકે છે. 

2. બેરીઝમાં પણ એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરનું બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે. 

3. દાડમ પણ એવું ફળ છે જે પોષક તત્વથી ભરપૂર છે. દાડમ ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને કબજિયાત મટે છે. દાડમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ બેડ કોલેસ્ટ્રોલને ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે.  

4. પપૈયામાં એવા એન્જાઈન હોય છે જે હૃદય રોગને ઘટાડી શકે છે. પપૈયું રક્તમાંથી અનહેલ્થી ફેટ અને કોલેસ્ટ્રોલને સાફ કરવામાં મદદ કરે છે. પપૈયું ખાવાથી પાચન ક્રિયા પણ સુધરે છે. 

5. એવોકાડોમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ રાખે છે. બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો એવોકાડો ખાવા ફાયદાકારક રહે છે. 

6. સફરજન ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. જેમાં સૌથી મોટો ફાયદો છે કે સફરજન હાર્ટની બીમારીથી બચાવે છે. સફરજન ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે. 

7. જામફળ અને જામફળના પાન બંને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જામફળ બેડ કોલેસ્ટ્રોલનો દુશ્મન છે તેને ખાવાથી નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ સાફ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news