પ્રશાંત ઢીવરે/સુરત: શહેર પોલીસને નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. સુરત SOG દ્વારા ચેન્નાઈ ખાતેથી નોટ છાપવાનું એક કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આ મામલે નકલી નોટ છાપતા મુખ્ય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેની પાસેથી 17 લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો કે જે નકલી હતી તે ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં 2 કરોડ 12 લાખ 38 હજાર રૂપિયાની નકલી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી હોવાનો પણ ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS કરશે પુછપરછ


સુરતના અમરોલી પોલીસને જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારબાદ શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ કે જે બેંગ્લોરમાં રહેતો હતો તેની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે. 


WTC ફાઇનલ પહેલાં BCCI એ લીધો મોટો નિર્ણય, આ ચાર ખેલાડીઓને મોકલવામાં આવશે ઈંગ્લેન્ડ


માઈકલ નામના આરોપીની સુરત દ્વારા પૂછપરછ કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું હતું કે માઈકલ કે જે શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો. તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સુર્યા સેલવા રાજ નામના પાસેથી મેળવતો હતો. તેથી SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો અને આરોપીના ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું હતું. આરોપીના ઘરેથી પોલીસ દ્વારા 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ કલર પ્રિન્ટર, કટર મશીન ત્રણ, લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ 70 નંગ અને 20 નંગ ચાઇના કાગળનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.


રાજકોટમાં વિપક્ષ ખત્મ? ઓફિસ અને વાહન પરત લેવા લખાયો પત્ર


આરોપી સૂર્યની પૂછપરછ કરતા પોલીસને માહિતી મળી હતી કે તે 2016-17માં શેર બજારમાં કામ કરતો હતો. ત્યારે નુકસાન થયું હતું અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેને આ રસ્તો અપનાવ્યો હતો. આરોપી દ્વારા થ્રીડી એનિમેશનનો કોર્સ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને નોટ બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વિગતો સર્ચ કરીને નોટ બનાવવાનું તેને શીખ્યું હતું. ત્યારબાદ આરોપીએ રાઈટ વે કેપિટલ નામની એક કંપની 2022માં સ્થાપી હતી અને ગ્રાહકો સાથે તે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરતો હતો તેનો કાગળ નકલી ચલણી નોટ બનાવવા માટે યોગ્ય લાગ્યો અને ત્યારબાદ 2022માં નોટ બનાવવાનું શરૂ કર્યું.


ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો; નવા પોઝિટીવ- એક્ટિવ કેસમાં વધારો, એકનો જીવ લેવાયો


2022ના ઓગસ્ટ મહિનામાં આરોપીએ નોટ બનાવવા માટે સાધન સામગ્રી ખરીદી હતી અને તેને પોતાના ઘરે જ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તે નકલી નોટ છાપવામાં સફળ થયો હતો. આ દરમિયાન તેણે ઇન્ટરનેટના માધ્યમથી બિહાર રાજ્યનો એક વ્યક્તિને તેના સંપર્કમાં આવ્યો હતો તેની પાસેથી નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ ઓનલાઈનથી મંગાવ્યા હતા. મહત્વની વાત કહી શકાય કે આ નોટ છાપ્યા બાદ તેને તમિલનાડુમાં એક વ્યક્તિને 50,000 રૂપિયાની નકલી નોટો 15 હજાર રૂપિયાના ભાવે આપી હતી.


મોંઘેરા કેસરના વધુ પડતા સેવનથી વધી જશે ગંભીર બિમારીઓનું જોખમ, જાણો ફાયદા અને નુકસાન


પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માઈકલ દ્વારા ડિસેમ્બર 2022થી આજ દિન સુધીમાં 79 લાખ રૂપિયાની ચલણીનો સુર્યા પાસેથી લેવામાં આવી હતી અને 79 લાખની નકલી નોટના બદલામાં આરોપીએ 15 લાખ રૂપિયા વાસુલ્યા હતા. આરોપી સૂર્યા ક્યારેક આ ચલણી નોટો રૂબરૂ તો ક્યારેક કુરિયર કંપનીની મદદથી સહ આરોપીને મોકલતો હતો અને જાન્યુઆરી 2023માં તેને હૈદરાબાદમાં રહેતા એક વ્યક્તિને 52 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો આપી હતી.


શાઇસ્તા કો લે આઓ, ઝીલ કે પાસ સોંપ દેના...' ગુજરાતમાં ફરી 'લવસ્ટોરી' નો ભયાનક અંત!


પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુર્યા દ્વારા નકલી ચલણી નોટો 10 રાજ્યોમાં અલગ અલગ લોકોને આપવામાં આવી છે અને 2,12,38,000 ની નકલી નોટો તે અલગ અલગ વ્યક્તિને આપી ચૂક્યો છે. આરોપીએ મહારાષ્ટ્રમાં 14,62,000, ગુજરાતમાં 3,05,000, હરિયાણામાં 12,90,000, ઉત્તર પ્રદેશમાં 10,51,000, આંધ્ર પ્રદેશમાં 25,06,000, રાજસ્થાનમાં 2,60,000, કર્ણાટકમાં 85,14,000, તમિલનાડુમાં 6,00,000, બિહારમાં 50,000 અને તેલંગણામાં 52,00,000 રૂપિયાની નકલી ચલણી નોટો સપ્લાય કરી ચૂક્યો છે. આમ અત્યાર સુધીમાં આ મામલે પોલીસ દ્વારા કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા, માઈકલ ઉર્ફે રાહુલ અને સૂર્યા નામના આરોપીનો સમાવેશ થાય છે.