ગુજરાતમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS કરશે વધુ પૂછપરછ

આજે ગુજરાત ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવવામાં આવ્યો હતો અને બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લોરેન્સનને 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

ગુજરાતમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS કરશે વધુ પૂછપરછ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની એટીએસ દ્વારા સપ્ટેમ્બર 2022માં કચ્છના જાખોમાંથી 6 પાકિસ્તાનીઓ અને બોટમાંથી 200 કરોડના ડ્રગ્સ જપ્ત કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આજે ગુજરાત ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવવામાં આવ્યો હતો અને બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લોરેન્સનને 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આજે જ્યારે લોરેન્સ બિશ્નોઇને કચ્છના નલિયાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત ATS સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ લોરેન્સની પૂછપરછ કરશે અને પાકિસ્તાન મારફતે ભારતમાં ગેંગ દ્વારા ક્યાં ક્યાં ષડયંત્રો કરવામાં આવ્યા છે.તેમજ ક્યાં ક્યાંથી હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે તો પાકિસ્તાન સાથે કેવા સબંધો છે તેના ખુલાસા આગામી સમયમાં થશે.

ATS 14 દિવસ કરશે પૂછપરછ
લોરેન્સ બિશ્નોઈના વકીલ એચ.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્ટે 9મી મે સુધીના લોરેન્સ ના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS કોર્ટ સમક્ષ 3 મુદ્દા મુક્યા હતા જેમાં લોરેન્સનું ડ્રગ્સની હેરાફેરીમાં નાઈજિરિયન મહિલા સાથે કોઈ કનેક્શન છે જેની તપાસ કરવામાં આવશે,તો પાકિસ્તાનની જેલમાં રહેલા હેન્ડલર સાથે શું સંબંધ છે કઈ રીતે જેલમાં બેસીને કોન્ટેક્ટમાં છે તો જખૌ પોર્ટ પાસેથી પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓ પાસેથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં લોરેન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ સમગ્ર કેસમાં લોરેન્સની શું ભૂમિકા છે તે તમામ બાબતોની પૂછપરછ માટે ATS એ રિમાન્ડની માંગણી કરી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી
લોરેન્સની સુરક્ષા અંગે વાતચીત કરતા વકીલે જણાવ્યું હતું કે, તેને ચેતક કમોન્ડોની સુરક્ષા આપવામાં આવી છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યું છે તો કોર્ટ સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી કરવામાં આવી હતી અને તેને યોગ્ય સુરક્ષા પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.તો રિમાન્ડ દરમિયાન જે રીતે ATS લોરેન્સ ની પૂછપરછ કરશે અને ત્યાર બાદ જ્યારે 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તે મુજબ દલીલો કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news