Board Exam 2023 : 14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના અંદાજિત 16.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. આવતીકાલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા સેન્ટર પર બપોરે 12 થી 4 દરમિયાન જઈ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. ત્યારે સૌથી મોટો ટાસ્ક વિદ્યાર્થીઓને બોર્ડ સેન્ટર સુધી પહોંચાડવાનો હોય છે. ત્યારે આ મામલે સુરત પોલીસે પહેલ કરી છે. સુરતના ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સુરત ટ્રાફિક પોલીસ સમયસર બોર્ડ પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ માટે ટ્રાફિક પોલીસની ટીમ અને ટીઆરબી જવાનોની ટીમ મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક DCP અનિતા વાનાણીએ બોર્ડની વિદ્યાર્થીઓને મદદ કરવાની જાહેરાત કરી છે. જેમાં ટ્રાફિકમાં અટવાયેલા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં ટીઆરબી જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. જેઓ વિદ્યાર્થીઓને મદદ કરશે. 


સુરત ટ્રાફિક પોલીસની આ સરાહનીય પહેલના ચારેતરફ વખાણ થઈ રહ્યાં છે. સાથે જ ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે ટ્રાફિકના 18 અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ટીઆરબીના 78 જવાનો ખડેપગે ફરજ બજાવશે.


સાચવજો : ગુજરાતમાં તમારી આસપાસ ભટકી રહ્યું મોત, H1N1 અને H3N2ના કેસ વધ્યા


હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
આ મદદ મેળવવા માટે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. હેલ્પલાઇન નંબર 7434095555 ઉપર ફોન કરીને વિદ્યાર્થીઓ મદદ માંગી શકશે. જેની સામે તાત્કાલિક મદદ પહોંચાડવામા આવશે. ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.


આજથી ધોરણ 10 અને 12 બોર્ડને લગતી તમામ પરીક્ષાલક્ષી સામગ્રીઓ જુદા જુદા કેન્દ્રો પર પહોંચાડવામાં આવી છે. રાજ્યના જુદા જુદા સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રશ્નપત્ર, ઉત્તરવહી સહિત તમામ સામગ્રીઓ પહોંચાડી દેવાઈ છે. ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યા છે. પરીક્ષાના દિવસે તમામ સામગ્રીઓ સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવશે. દરેક સ્ટ્રોંગ રૂમનું CCTV કેમેરાથી મોનીટરીંગ કરાશે. 8-8 કલાક મુજબ ત્રણ - ત્રણ SRP ના જવાનો રાઉન્ડ ધ ક્લોક સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં રહેશે. ટ્રેકિંગ સિસ્ટમથી તમામ પરીક્ષાલક્ષી સામગ્રીઓ સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાશે. 


ઉલ્લેખનિય છે કે, 14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના અંદાજિત 16.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. આવતીકાલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા સેન્ટર પર બપોરે 12 થી 4 દરમિયાન જઈ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.


આઈ હેટ યૂ પપ્પા... લખીને ધોરણ-11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો