સાચવજો : ગુજરાતમાં તમારી આસપાસ ભટકી રહ્યું મોત, H1N1 અને H3N2ના કેસ વધ્યા

H3N2 Flu Virus Cases In Gujarat : અમદાવાદમાં ઈન્ફ્લુએન્ઝાનો નવો વાયરસ જાન્યુઆરીથી દેખાયો.... અમદાવાદમાં H3N2ના 9 કેસ નોંધાયા.... જોધપુરમાં 3, બોડકદેવમાં 2, નવરંગપુરામાં 2 કેસ નોંધાયા.... તમામ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા.... જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સ્વાઈન ફ્લુના 43 કેસ નોંધાયા.....
 

સાચવજો : ગુજરાતમાં તમારી આસપાસ ભટકી રહ્યું મોત, H1N1 અને H3N2ના કેસ વધ્યા

H3N2 Virus Spread In Gujarat : ગુજરાતમાં રોગચાળાનો ત્રિપલ એટેક થયો છે. કોરોના, વાયરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસ એકાએક વધી રહ્યાં છે. H1N1 અને H3N2 ના કેસ વધતાં તંત્રની ચિંતા વધી છે. 10 માર્ચ સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 કેસ, એકનું મોત થયું છે. રાજ્યમાં H3N2 ના અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા છે. કોરોનાના રાજ્યમાં એક દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા છે. H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી. વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગે છે. જરૂરી દવા, ટેસ્ટીંગ લેબ અને ડૉક્ટરોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરાઈ. ICMR ની ગાઈડ લાઈન પ્રમાણે પગલા લેવા સૂચના અપાઈ છે. H3N2 વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળે છે. ત્યારે H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે. ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર છે.

રાજ્યભરમાં H3N2 ઈંફ્લુએન્ઝાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ પશ્ચિમમાં 9 કેસ H3N2ના નોંધાયા છે. જોધપુર વોર્ડમાં 3, બોડકદેવ અને નવરંગપુરા વોર્ડમાં 2-2 જ્યારે વેજલપુર અને મકતમપુરા વોર્ડમાં 1-1 દર્દી નોંધાયા છે. તમામ દર્દીઓના ટેસ્ટ ખાનગી લેબમાં કરાયા હતા. આ સિવાય સ્વાઈન ફ્લૂના કેસોની વાત કરીએ તો જાન્યુઆરીમાં 29, ફેબ્રુઆરીમાં 10 તેમજ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં 4 દર્દીઓ નોંધાયા છે. 

પ્રવર્તમાન સ્થિતિમાં ફરી એકવાર માસ્ક પહેરવા, સમયાંતરે હાથ ધોતા રહેવા, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરવા તજજ્ઞો સલાહ આપી રહ્યાં છે. H3N2 ઈંફ્લુએન્ઝાના લક્ષણો પણ કોરોના અને સ્વાઈન ફલૂને મળતા આવતા હોવાથી તેના ટેસ્ટ ખૂબ જ નહિવત જોવા મળી રહ્યાં છે. જો કે સરકારી હોસ્પિટલોમાં 30 ટકા જેટલી OPD માં દર્દીઓની સંખ્યા છેલ્લા એક મહિનામાં વધી ચૂકી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. 67 વર્ષીય મહિલા ઓક્સિજન સપોર્ટ પર સારવાર હેઠળ છે. 18 મહિનાનું બાળક પણ સારવાર હેઠળ, જેની હાલત સ્થિર છે. 

ઉલ્લેખનીય છે કે કાલે રાજ્યભરમાં કોરોના 52 કેસ નોંધાયા હતા, જેમાંથી 32 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતા. ઈન્ફ્લુએન્ઝાનો નવો વાઈરસ H3N2 શહેરમાં જાન્યુઆરીથી દેખાયો હતો. જાન્યુઆરીમાં આ વાઈરસના 6 જ્યારે માર્ચના 10 દિવસમાં 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોધપુરમાં 3, બોડકદેવમાં 2 અને નવરંગપુરામાં 2 સહિત શહેરમાં અત્યાર સુધી 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જેના લેબ ટેસ્ટ પણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. આ સિવાય સ્વાઈન ફ્લૂના કેસોની વાત કરીએ તો જાન્યુઆરીમાં 29, ફેબ્રુઆરીમાં 10 તેમજ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં 4 દર્દીઓ નોંધાયા છે. 

સુરતમાં શરદી, ખાંસી, કફની તકલીફ બાદ મહિલાનું મોત સામે આવ્યું છે. સુરતના ડિંડોલીની 31 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાને H3N2 જેવા કેટલાક લક્ષણો દેખાયા હતા. મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. PM રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news