ઝી બ્યુરો/સુરત: શહેરમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. એક વિધાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું.  તેમજ રીક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા અને વિદ્યાર્થી નિરાશ થઇ ગયો હતો ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ પોતાની બાઈક પર બેસાડી તેને સમયસર સ્કુલે પહોચાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહનથાળ V/s ચીકીની જંગમાં લેવાયો મોટો નિર્ણય, હવે આ પ્રસાદ યથાવત રહેશે


આજથી બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર આપી શકે અને કોઈ અડચણ ન આવે તે માટે સુરતમાં પોલીસે પણ પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે ત્યારે આજરોજ સરથાણા જકાતનાકા પાસે લોક રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા ફરજ બજાવી રહ્યા હતા.


PM Modi ની સુરક્ષામાં ચૂક: પંજાબ સરકારની કાર્યવાહી, 8 IPS-1 IAS સામે થશે કાર્યવાહી!


તે સમયે સવારે એક વિદ્યાર્થી સરથાણા જકાતનાકા પાસે નિરાશ મને ચાલતો દેખાયો હતો. જેથી લોકરક્ષક ઈમ્તિયાઝ ભાઈને કંઇક અજુગતું લાગતા તેની પૂછપરછ કરી હતી. તે દરમ્યાન વિદ્યાર્થીએ પોતાનું નામ માનવ દવે કિશોરભાઈ જણાવ્યું હતું .


ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ


વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે મારે પરીક્ષા દેવા જવાનું છે અને મોડું થઇ ગયું છે મારી પાસે કોઈ વાહન કે રીક્ષા કરીને જવા માટે પૈસા પણ નથી. જેથી પોલીસકર્મીએ તરત જ તેને પોતાની બાઈક પર બેસાડી સરથાણા જકાતનાકા પાસે આવેલા તેના પરીક્ષા કેન્દ્ર પર પહોચાડ્યો હતો અને વિદ્યાર્થી સમયસર પરીક્ષા આપી શક્યો હતો. 


સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ


ઉલ્લેખનીય છે કે સુરતમાં વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકે તે માટે ટ્રાફિક પોલીસ પણ સજ્જ છે. પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. તેમજ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આજે શાળાએ પહોચ્યા હતા અને વિદ્યાર્થીને ગુલાબ આપી તેઓ સ્વસ્થ મને પરીક્ષા આપી ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.