Trending Reels ચેતન પટેલ/સુરત : સુરતના વેસુ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચડીને જોખમી રીતે ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતા બે યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી પોલીસે બે યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સમયમાં યુવકોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. શોર્ટ વીડિયો કે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં લાઈક્સ મેળવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુક્તા પણ ખચકાતા નથી. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બે યુવકો એક શોપિંગ કોમ્પેલ્ક્સની ટેરેસ પર ચડીને જોખમી રીતે ફોટોગ્રાફી કરતા નજરે ચડ્યા હતા. આ વીડિયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા મોલનું હોવાનું બહાર આવ્યું હતું. વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી.


આસારામની પત્ની અને પુત્રીની મુશ્કેલીઓ વધી, ગુજરાત હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય


આ ઘટનામાં સુરત પોલીસે 20 વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે અને ભૂતકાળમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવી ચુકી છે. ત્યારે આવી રીતે જોખમી ફોટોગ્રાફી કે રીલ્સ ન બનાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ચાર મહિનાના ચાર માટલા.. ગુજરાતમાં આ રીતે ઘડા જોઈને કરાય છે વરસાદનો વરતારો


સુરત પોલીસે વેસુ વિસ્તારની ટેરેસની છત પર રીલ બનાવવાનો મામલે બંને યુવાનોની અટકાયત કરી છે. તેમજ બંને યુવકો પાસેથી માફી પણ મંગાવી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી હતી.


કરોડોમાં એક કિસ્સો : ગુજરાતી મહિલાના કૂખે અવતાર ફિલ્મ જેવુ વાદળી રંગનું બાળક જન્મ્યુ