• ટેક્સટાઈલ માર્કેટમાં તમિલનાડુના એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો

  •  તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો


ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં કાપડ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આ વીડિયો ટીટી માર્કેટ પાસેનો હોવાની ચર્ચા છે. વીડિયો વાયરલ (viral video) થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને આ મામલે તપાસ શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોના-લોકડાઉન બાદ યંગસ્ટર્સમાં વધેલો ગુસ્સો અમસ્તો નથી, સરવેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું 


સુરતને ટેક્સટાઈલ હબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સલાબતપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટ આવેલી છે. પોલીસ મથકમાં કાપડ વેપારીઓ સાથે રોજની લાખો કરોડોની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટ (textile market) માં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તમિલનાડુના વેપારીએ નાણાં નહિ ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે. અને આ વીડિયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો : જૂના જોગીની ઘરવાપસી : ધીરુ ગજેરાએ જણાવ્યું કોંગ્રેસ છોડવાનું મોટું કારણ 


લોકો તમાશો જોઈ રહ્યા 


મહત્વની વાત છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાનો પ્રયાસ ન કર્યો. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વીડિયો વાયરલ થતા કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી જવા પામી છે. વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવામાં આવતા એક તરફ કાપડ વેપારીમાં ચકચાર મચી જવા પામી છે. ખુદ કાપડ વેપારીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. 


પોલીસે તપાસ શરુ કરી


તો બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. માનવતાને નેવે મૂકી આ પ્રકારની ઘટના ખુબ જ દુખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા. પરંતુ આવી રીતે માનવતાને શર્મસાર કરવી ખુબ જ નિંદનીય બાબત કહી શકાય છે. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરુ કરી છે. 


આ પણ વાંચો : કોરોનાને કારણે ભીડમાં જવાની બીક લાગે છે? ક્યાંક તમે આ રોગના શિકાર તો નથી થયા ને?


આવી ઘટના ખુબ જ નિંદનીય : ફોસ્ટા 


આ અંગે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. ભોગ બનનાર વેપારી તમિલનાડુનો હોવાની ચર્ચા છે. આ ઘટના ખુબ જ નિંદનીય છે. આવું કૃત્ય ન કરવું જોઈએ. પરંતુ ઘણીવાર બહારગામના વેપારીઓ કાપડનો માલ ખરીદી તેના નાણાં ચૂકવતા નથી અને વેપારીઓને લોહીના આંસુઓ રડાવે છે. પરંતુ સુરતમાં જે આ જે ઘટના બની છે તે બનવી જોઈએ નહિ. અમારી ફોસ્ટા સંસ્થા ઈકોનોમિક સેલ રીંગરોડ ખાતે ખોલવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા છે. જેથી સુરતના વેપારીઓ જો ઠગાઈનો ભોગ બને તો ત્યાં ફરિયાદ કરી શકે. પરંતુ ઘણી વાર વેપારીઓ ઠગાઈનો ભોગ બને છે અને રોષમાં આવી આ પ્રકારનું કૃત્ય કરે છે. પરંતુ આવી ઘટના ખુબ જ નિંદનીય છે.