જૂના જોગીની ઘરવાપસી : ધીરુ ગજેરાએ જણાવ્યું કોંગ્રેસ છોડવાનું મોટું કારણ 

સુરતમાં પાટીદારોનો જાણીતો ચહેરો ઘરવાપસી કરશે. સુરતના કોંગ્રેસના ધીરુ ગજેરા ભાજપમાં ફરી પરત જોડાવાના છે. જનસંઘથી શરૂઆત કરનાર ધીરુ ગજેરા (dhiru gajera) બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરી કેસરિયો ધારણ કરશે. 
જૂના જોગીની ઘરવાપસી : ધીરુ ગજેરાએ જણાવ્યું કોંગ્રેસ છોડવાનું મોટું કારણ 

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં પાટીદારોનો જાણીતો ચહેરો ઘરવાપસી કરશે. સુરતના કોંગ્રેસના ધીરુ ગજેરા ભાજપમાં ફરી પરત જોડાવાના છે. જનસંઘથી શરૂઆત કરનાર ધીરુ ગજેરા (dhiru gajera) બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરી કેસરિયો ધારણ કરશે. 

ભાજપ દ્વારા સુરતમાં નવી રણનીતિ તૈયાર કરવામા આવી રહી છે. ત્યારે ભાજપમાં ફરી જોડાવા મામલે ધીરુ ગજેરાએ કહ્યું કે, મારુ મુખ્ય પાર્ટી છે. આ મારુ જૂનુ ઘર છે. તેથી હું મારા ઘેર જ જઉ છું. ભાજપના બે ભાગ પડ્યા હતા, ત્યારે અમે કેટલાક નેતાઓ અલગ થયા હતા. ત્યાર બાદ હું કોંગ્રેસમાં જોડાયો હતો. મારી સાથે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે. હાલ કી કાર્યકર્તા કહેવાતા મારી સાથે ભાજપમાં જોડાશે. 

કોંગ્રેસ સાથે છેડો ફાડવા વિશે તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાં હું સફળ થયો નથી, ચાર ચૂંટણી હાર્યો છું. મારા મિત્રો મને ઘણા સમયથી ભાજપમાં જોડાવા કહેતા હતા, પણ હું માન્યો ન હતો. હવે હું મિત્રોની લાગણીને માન આપીને ફરીથી ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. કોંગ્રેસ મારા કાર્યકર્તાઓ ઘણી મહેનત કરતા હતા, પણ કોંગ્રેસમાં હારને કારણે તેઓ હતાશ થતા હતા. તેથી હવે મિત્રોના સથવારે હું ફરી ભાજપમાં જઈ રહ્યો છું. 

મહેશ સવાણી સામેના પાટીદાર રાજકારણો વિશે તેમણે કહ્યુ કે, ચૂંટણીમાં ભાજપ કોની સામે ઉભા રાખશે તે મને ખબર નથી. ભાજપ મને જે કામ સોંપશે તે કરીશ. મહેશભાઈ સામે લડવાનો પાર્ટીનો નિર્ણય હશે, તે મુજબ હુ કરીશ. હું પાટીદાર જ નહિ, પરંતુ તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલીશ. એક જાતિથી ક્યારેય રાજકારણ ન થાય. તમામ સમાજને સાથે લઈને ચલાય તો જ તે રાજનીતિ કહેવાય. 

સુરતમાં આમ આદમી પાર્ટી વિશે તેમણે જણાવ્યું કે, સુરતમાં આપના 27 કોર્પોરેટર કેવી રીતે બન્યા તે અમે સારી રીતે જાણીએ છીએ. તેથી પ્રજા ભાજપથી વિરુદ્ધ નથી. ગુજરાતે ભઆજપન અપનાવ્યુ છે. 

ભાજપ પાટીદાર નેતાને પોતાનામા સામેલ કરીને મોટુ કાર્ડ રમી રહ્યું છે. ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપ (BJP) ના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસ (gujarat congress) ને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે. 

ધીરુ ગજેરાને ભાજપમાં સામેલ કરવાનો ફાયદો
ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે. તેઓ પાટીદાર (Patidar) મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા છે. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news