સુરતની આ 3 મહિલાઓના સાહસને સલામ, બાઈક પર 25 દેશોની સફર કરશે
ગુજરાતી પ્રજા પહેલેથી જ સાહસિક ગણાય છે. આ પ્રજા પહેલેથી જ દરિયાખેડુ પ્રજા કહેવાય છે, દરિયો પાર કરીને વિદેશમાં વસીને ગુજરાતીઓએ આજે અનેક દેશોમાં ડંકો વગાડ્યો છે. એ પણ મહિલાઓએ. સુરતની ત્રણ મહિલાઓ ગુજરાતનું ગૌરવ વધારવા જઈ રહી છે.
ચેતન પટેલ/સુરત :ગુજરાતી પ્રજા પહેલેથી જ સાહસિક ગણાય છે. આ પ્રજા પહેલેથી જ દરિયાખેડુ પ્રજા કહેવાય છે, દરિયો પાર કરીને વિદેશમાં વસીને ગુજરાતીઓએ આજે અનેક દેશોમાં ડંકો વગાડ્યો છે. એ પણ મહિલાઓએ. સુરતની ત્રણ મહિલાઓ ગુજરાતનું ગૌરવ વધારવા જઈ રહી છે. સુરતની ત્રણ મહિલા બાઈકર્સ પોતાની બાઈક પર 25થી વધુ દેશોની મુસાફરી ખેડશે. 5 જૂનથી નીકળીને તેઓ 25000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. વારાણસીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના આ સાહસને ફ્લેગઓફ કરશે અને ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત પણ કરશે. આ અગાઉ પણ સુરતની મહિલા બાઈકર્સની એક ટીમ વિદેશ પ્રવાસ કરી ચૂકી છે અને પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત થઈ હતી.
શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા
આ મહિલા માત્ર બાઈક રાઈડ જ નહિ કરે, પરંતુ બેટી બચાવો, બેટી પઢાવોના મેસેજનો પણ ફેલાવો કરશે. બાઈક એડવેન્ચર પર નીકળનારી આ મહિલાઓમાં સામેલ છે સુરતના બાઈકિંગ ક્વીન્સના ફાઉન્ડર ડો.સારિકા મહેતા, જિનલ શાહ અને રૂતાલી પટેલ.
કયા કયા દેશોની સફર કરશે
આ ત્રણેય ગુજરાતી મહિલાઓ 25 દેશોમાં એશિયા, યુરોપ આફિક્રાના દેશોને સામેલ કરશે. જેમાં નેપાળ, ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, મોરક્કો, નેધરલેન્ડ, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, જર્મની, ફ્રાન્સ સહિત 25 દેશોમાંથી તેઓ બાઈક લઈને પસાર થશે.
Pics : સ્કૂબા ડાઈવિંગ ટ્રેનિંગ, એ પણ ગુજરાતમાં???? વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ સમાચાર!!!!
રેકોર્ડ બનશે
મહત્વની બાબત તો એ છે કે, જ્યારે આ મહિલાઓ આ સફર પૂરી કરશે ત્યારે તેમના નામે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનશે. કારણ કે, વિશ્વમાં આ પહેલા આવુ સાહસ કોઈ મહિલાએ કર્યું નથી. તેથી આ ત્રિપુટીની બાઈક રાઈડ રેકોર્ડ બ્રેક ઈવેન્ટ બની રહેશે તેવું બાઈકિંગ ક્વીના ફાઉન્ડર સારિકા મહેતાનું કહેવું છે. તેમણે કહ્યું કે, આ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ગીનીશ બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ દુનિયાના ઊંચા અને કપરા પહાડ, અફાટ રણ, દરિયો-નદી બધુ જ પાર કરીને 25 દેશોમાંથી પસાર થશે.
સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી
કેવી કપરી હશે બાઈક રાઈડડો. સારિકા મહેતા રાઈડ વિશે કહે છે કે, અમે અમારી સફર દરમિયાન ચીનમાં એવરેસ્ટ બેઝ કેમ્પથી 8 હજાર મીટર સુધી બાઇક ચલાવીને જઇશું. 25 દેશોનું હવામાન પણ અલગ અલગ હશે. જેનો અભ્યાસ તો અમે કરીશું જ, સાથે જ સૌથી મોટી ચેલેન્જ ફૂડની રહેશે. કારણ કે, કેટલાક દેશોનું ફૂડ અમને ન ગમે તો અમને પહેલેથી જ ફૂડ સાથે લઈને જવુ પડશે. અમારા 25 હજાર કિલોમીટરના રસ્તામાં અનેકગણુ આવશે, જેને અમે અનુભવતા જશું. આ મામલે અમે માનસિક તૈયારી પણ કરી રાખી છે.