તેજશ મોદી, સુરત: પોલીસનો ડર જાણેકે ગુનેગારોમાં રહ્યો નથી તેવો માહોલ ગુજરાતમાં ઉભો થયો છે. ત્યારે સુરતમાં ઈક્કો ગાડીમાં ચોરી કરવા માટે આવતી ચીકલીગર ગેંગના એક સાગરિતને ક્રાઇમબ્રાંચની ટીમે જીવના જોખમે ફિલ્મીઢબે પકડી પાડયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચીકલીગર ગેંગને ઉધના અમન સોસાયટીમાં ચોરી, ધાડ કે લૂંટ કરવા આવવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અમદાવાદ રિવરફ્રન્ટ પર ગર્લ્સની સલામતી માટે પોલીસ અપનાવશે આ કિમીયો


જેના આધારે ક્રાઇમબ્રાંચની 3 ટીમો બનાવીને ત્યાં વોચમાં ગોઠવાય ગઈ હતી. આ અરસામાં ચીકલીગર ગેંગ ઈક્કો ગાડી લઈને સોસાયટીમાં દાખલ થઈ હતી અને થોડીવારમાં ગાડી લઈને બહાર નીકળતા ક્રાઇમબ્રાંચના સ્ટાફે તેને અટકાવવાની કોશિશ કરતા તેણે સ્ટાફ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સ્ટાફે ઈક્કો ગાડી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક મીસ ફાયર થયું હતું.


વધુમાં વાંચો:- વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં: પાક નિષ્ફળ ન જાય માટે 12 કલાક કરે છે આ કામ


પ્રાપ્ત માહિતી અનુસાર ઈક્કો ગાડીમાં 3 ચીકલીગર ગેંગના સાગરિતો બેઠા હતા. જેમાં ચાલક નાનકસીંગ પોલીસના હાથમાં આવી ગયો હતો. પોલીસે તેની તપાસ કરતા તેના ખિસ્સામાંથી છરી મળી આવી હતી. જયારે ઈક્કો ગાડીમાં ઘાતક હથિયારોમાં લોંખડની ટોમી, તલવાર, લોંખડની પાઇપ અને નાના-મોટા પેચીયા જેવો સામાન મળી આવ્યો હતો.


વધુમાં વાંચો:- માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી


વધુમાં નાનકસિંગ સાથે ગાડીમાં લંબુ ઉર્ફે ઘુંઘરૂ બહાદુરસીંગ તિલપીતીયા અને રાજવીરસીંગ ઉર્ફે જોગેન્દરસીંગ હતા. જો કે બન્ને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. આ ટોળકીએ ઈક્કો ગાડી લઈને બંધ ઘરોમાં તાળાં તોડીને ચોરી, લૂંટ અને ઘાડ કરતા હતા. આ ટોળકી અગાઉ પણ ચોરી, લૂંટ અને ઘાડમાં પકડાયેલા છે. ક્રાઇમબ્રાંચે આ ગેંગની સામે હત્યાની કોશિષનો ગુનો પણ દાખલ કર્યો છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...