માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી

માંડલમાં દલિત યુવાકની હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ગઇ કાલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ હજુ સુધી એક આરોપીની શોધખોળ કરી રહી છે. માંડલ દલિત યુવક હત્યા કેસમાં ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી છે.

Updated By: Jul 14, 2019, 02:13 PM IST
માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી

જાવેદ સૈયદ, અમદાવાદ: માંડલમાં દલિત યુવાકની હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ગઇ કાલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ હજુ સુધી એક આરોપીની શોધખોળ કરી રહી છે. માંડલ દલિત યુવક હત્યા કેસમાં ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી છે. ત્યારે યુવતીના પિતાની ધરપકડ બાદ પોલીસ મથકમાં હાજર કરવામાં આવ્યા છે.

વધુમાં વાંચો:- રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?, 72 કલાક બાદ પણ તપાસનો દોર ચાલુ

માંડલ તાલુકાના વરમોરમાં 8 જુલાઇ (સોમવાર)ની સાંજે એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગાંધીધામમા રહેતા હરેશ સોલંકી અને વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા કડી ખાતે કોલેજમાં અભ્યાસ દરમ્યાન બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંન્નેએ છ મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતાં. હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં.

વધુમાં વાંચો:- મહિલા ASI અને કાન્સ્ટેબદના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે 32 ASIની સર્વિસ રિવોલ્વર પરત ખેંચી

યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વરમોર રહેવા માટે લઇ આવ્યા હતાં. જે બાદ આ યુવક 181 અભયમ મહિલા પોલીસ ટીમ સાથે પત્નીને લેવા વરમોર આવ્યો હતો. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું. ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી.

વધુમાં વાંચો:- અમદાવાદમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં ઇન્દ્રજીતસિંહ ઉર્ફે કાનો દશરથસિંહ, હસમુખસિંહ, હરીશચંદ્ર, અજયસિંહ ધનાજી ઝાલા, પરબતસિંહ મનુજી ઝાલા, અનોપસિંહ દોલુભા ઝાલાની ધરપકડ કરી હતી.

વધુમાં વાંચો:- ડાંગનો ડંકો: 19 વર્ષીય જીત નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે

જ્યારે ગઇકાલે યુવતીના પિતા દશરથસિંહ ધનુભા ઝાલાની ધરપકડ સાથે 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસ ટીમ કામે લાગી છે. ત્યારે યુવકીની હત્યા બાદ ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી છે. હાલ યુવતીનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેનું નિવેદન લેવામાં આવશે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...