ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં કોરોનાના દર્દી માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોરોનાના રિકવર દર્દીને પણ હાર્ટએટેક આવી જાય તેવા ખુલાસા થયા છે. સુરતમાંથી જે નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન પકડાયું છે, તે ઈન્જેક્શન માત્ર આઈટીઆઈટીઆઈ પાસ યુવક બનાવતો હતો. તે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે સ્ટીરોઈડ વેચતો હતો. સુરતનો રહેવાસી ઈસ્માઈલ નામના યુવક પોતાના ઘરે સામગ્રી લાવીને સ્ટીરોઈડના મદદથી મોંઘુદાટ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન બનાવતો હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહોંચ્યું 


રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ માહિતી આપતા જણાવ્યું કે, નકલી ઈન્જેક્શનની તપાસ કરાશે. નકલી ઇન્જેક્શનમાં સ્ટીરોઈડની માત્રા હોવાનું સામે આવ્યું છે. નકલી ઇન્જેક્શનના કન્ટેન્ટ અંગે સ્વિટ્ઝરલેન્ડની રોશ કંપની તપાસ કરશે. રોશ કંપનીની સેન્ટ્રલ લેબોરેટરી આ અંગે એનાલિસિસ કરશે. સ્વિટ્ઝરલેન્ડની રોશ કંપનીના પ્રતિનિધિ 1 ઇન્જેક્શન તપાસ માટે લઈ ગઈ છે. આ ઇન્જેક્શન માટે જાપાનમાં રોશ કંપનીએ પ્લાન્ટ નાખ્યો છે. મેન્યુફેક્ચરિંગ બાદ આ કંપની સ્વિટ્ઝર્લેન્ડમાં ઇન્જેક્શન મોકલે છે. ભારતની સિપ્લા કંપની ઇન્જેક્શન સ્વિત્ઝરલેન્ડથી મેળવે છે. આ ઈન્જેક્શન ભારતમાં 30 થી 40 હજારમાં મળે  છે. આ ઇન્જેક્શન મોનોક્રોનલ એન્ટી બોડી હોય છે. દર્દીના વજન પ્રમાણે તેનો ડોઝ આપવામાં આવે છે. નકલી ઇન્જેક્શન ઓઇલ બેઝ હોવાને કારણે આખું કૌભાંડ સામે આવ્યું છે. 


દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...


સુરતમાં ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલિંગ મશીન, સિલિંગ મશીન, કોડીંગ મશીન, રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ મળી આવ્યા હતા. જેથી આ તમામ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબ્જે લેવામાં આવ્યા છે. માત્ર આઈટીઆઈટીઆઈ પાસ યુવકે કેવી રીતે માર્કેટમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ફરતા કર્યા તે ચોંકાવનારી બાબત છે. તપાસમાં ખૂલ્યું કે, ઇસ્માઇલ ફેક વેબસાઈટ પણ ચલાવતો હતો. આમ, આ ભેજાબાજે કેવી રીતે ઈન્જેક્શન ઘરમાં બનાવીને લાખો ખંખેર્યાં તે આશ્ચર્યચકિત બાબત છે. 


ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઈસ્માઈલનો ફોન નંબર ટ્રેસ કરીને તેના પર વોચ રાખી હતી. જેના બાદ તેના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં ઈન્જેક્શન બનાવવાનું મશીન મળી આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર