તથ્ય પટેલ ખોટુ બોલ્યો હતો, જેગુઆરની સ્પીડ 120 નહિ, પણ 145 ની હતી : FSL રિપોર્ટનો મોટો ખુલાસો
Tathya Patel : અમદાવાદ અકસ્માત સમયે142 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો તથ્ય પટેલ..FSLની તપાસમાં સૌથી મોટો ખુલાસો...નબીરાના સ્પીડ ડ્રાઈવિંગના શોખના કારણે ગયા છે નવ લોકોના જીવ..
ahmedabad iskcon bridge accident video : અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલામાં વધુ રિમાન્ડ મળ્યા બાદ તથ્ય પટેલ અને તેના મિત્રોની પૂછપરછ કરાઈ હતી. તથ્ય તેના મિત્રો સાથે કાફે સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ મુલાકાત કરી હતી તે અંગે પણ થયો ખુલાસો થયો હતો. તથ્ય પટેલનો ડ્રગ્સ અંગે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતું FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. જે હવે આવી ગયો છે.
જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, 4 થી વધુ લોકો દટાયા
પાર્ટીની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, હજારો ફોલોઅર હત
અકસ્માત પહેલા શું કરતા હતા આ નબીરાઓ
તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.
મિત્રએ ખોલી હતી તથ્યની પોલ
એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે, હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.
મિત્ર મેયર બની ગયો, ને હું રહી ગયો : રાજકારણની ઈર્ષ્યામાં કોર્પોરેટરે રચ્યું કાવતરું
ઘટના બાદ તરત જ તમામ મિત્રોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા. એકમાત્ર માલવિકા પટેલનું એકાઉન્ટ જાહેર કર્યું, જે તેની વૈભવશાળી જિંદગીની ચાડી ખાતુ હતું. પરંતું હવે પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કર્યું છે. જેમાં માલિકા પટેલના 13 હજાર ફોલોઅર્સ હતા. પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે.
ગુજરાતનો સૌથી સુંદર ગીરા ધોધ ખીલી ઉઠ્યો, આકાશી નજારો કેમેરામાં કેદ