અમદાવાદ : ગુજરાતમાં ગુનેગારોમાં હવે જાણે પોલીસનો કોઇ ખોફ જ રહ્યો નથી તેવી સ્થિતી પેદા થઇ રહી છે. વારંવાર હત્યાના બનાવો, દુષ્કર્મ બાદ હવે છેડતીનાં બનાવો પણ છાશવારે બહાર આવતા રહે છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવે જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં યુવતીની છેડતી કેટલાક છેલબટાઉ યુવકો દ્વારા કરવામાં આવી હતી. છેડતી કરનારાઓએ ભર બજારમાં જાહેરમાં આ યુવતીની છેડતી કરી હતી. તમે ખુબ જ સારા લાગો છો તેમ કહીને તે યુવતીનો પહેલા હાથ પકડ્યો હતો અને ત્યાર બાદ તેને કમરથી પકડીને નજીક ખેંચી લીધી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ ચાલુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની રાજનીતિના 2 મોટા સમાચાર : નહિ થાય મંત્રીમંડળનુ વિસ્તરણ, 29 સપ્ટેમ્બર પહેલા પેટાચૂંટણી યોજાશે

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મેઘાણીનગરમાં 18 વર્ષીય તરૂણી પોતાના પરિવાર સાથે રહે છે. આ તરૂણી બહાર બજારમાં ખરીદી કરવા માટે નિકળી તો કેટલાક યુવકોએ તું જોરદાર દેખાય છે તેમ કહીને ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા હતા. જેથી યુવતીએ તેમનો પ્રતિકાર કરતા તમે શું જોઇને મારી સામે હસો છો તેમ કહીને આરોપીઓની ઝાટકણી કાઢી હતી. જો કે આરોપીઓ લાજવાને બદલે ગાજ્યા હતા. તે યુવતીનો હાથ પકડી લીધો હતો. ત્યાર બાદ કમરેથી પકડીને પોતાની નજીક ખેંચી લીધી હતી. તું ખુબ જ સુંદર છે અને તારી કમર તો તેના કરતા પણ વધારે સુંદર છે તેમ કહીને છેડતી કરી હતી. 


કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા

જેથી ગભરાયેલી યુવતીએ પોતાનાં પરિવારને આ અંગે જાણ કરી હતી. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી. જો કે આરોપીઓને આ અંગે જાણ થતા તેમણે પરિવારનાં લોકોને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા આ છેડતીમાં સંડોવાયેલા મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી અને જયદિપસિંહ રાજપુર સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે છેડતી અને મારી નાખવાની ધમકી સહિત વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube