અતુલ તિવારી/અમદાવાદ: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની થયેલી ફરિયાદ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ નોંધાયેલી ફરિયાદ મામલે મેટ્રોપોલિટન કોર્ટમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરૂદ્ધ સુનાવણી થઈ. પરંતુ મેટ્રો કોર્ટે વધુ સુનાવણી 8 મેના રોજ મુલતવી રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે પડશે વરસાદ


અરજદાર હરેશ મહેતાની કોર્ટમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, 25 માર્ચે યુટ્યુબ પર મેં સમાચાર જોયા હતા. 22 માર્ચના રોજ આ સમાચાર ખાનગી ચેનલ પર પ્રસિદ્ધ થયા હતા. જેમાં તેજસ્વી યાદવ, બિહારના ડેપ્યુટી સીએમ કે જેમણે પોતાની પ્રેસ કોંફરન્સમાં કહ્યું હતું કે, 'આજ કે દેશ કે હાલત મેં અગર દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ. આ સમાચાર જોતા મારું હૃદયદ્રવી ઉઠ્યું અને મનોમંથન કરતા મને વિચાર આવ્યો કે આ ઠગ શબ્દ આપણી ગુજરાતી પરિભાષામાં લુચ્ચો, ગુનેગાર, ક્રાઈમ રિલેટેડની વ્યાખ્યામાં આવે છે. ઠગ શબ્દનો ઉપયોગ માન્ય તેજસ્વી યાદવ, બિહારના ડેપ્યુટી સીએમે કર્યો, જે સમગ્ર ગુજરાતના ગુજરાતીઓ માટે વાપર્યો હતો. 


બાપ એ બાપ છે! CM ભૂપેન્દ્ર પટેલ પુત્રને લઇ પહોંચ્યા મુંબઈ, આ કદાવર નેતાઓ હોસ્પિટલમાં


અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, આ સમાચારથી મને માનસિક અને શારીરિક ત્રાસ થયો અને ગુજરાતી તરીકે મારી બદનક્ષી થઈ છે. સમગ્ર ગુજરાતી લોકો શું ઠગ છે? તેમજ અગાઉ ગાંધીજી, સરદાર પટેલ, નરસિંગ મહેતા આ તમામ શુ ઠગ હતા? આ ઠગનું લેબલ ગુજરાતી સમાજને આપવાથી મારી સમજ મુજબ તમામ ગુજરાતીઓ, ગુજરાતની બહાર જતા નીચું મોઢું કરીને જશે? આપણા ગુજરાતીઓ જે દેશ વિદેશમાં રહે છે, તેઓને શુ આ ઠગના બિરુદ સાથે માનહાની સાથે જીવવાનું? આવી વાણી વિલાસ જો કરવામાં આવે તો અખંડ ભારતના રાજ્યોમાં ટુકડા થાય અને આ અખંડ દેશ શુ ખંડિત કરવો છે. કોઈપણ નાગરિકે પોતાની માન મર્યાદા અને સ્વાભિમાન જાળવવું જોઈએ જેથી કોઈની લાગણી ના દુભાઈ. 


નવા શૈક્ષણિક સત્રથી ધો. 7માં ભણાવાશે 'રણછોડ પગી'નો પાઠ, જાણો કોણ છે રણછોડદાસ રબારી


તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ બિહારના હોઈ પોતાની પ્રતિષ્ઠાને ના શોભે તેવું વાણી વર્તન કરી સમગ્ર ગુજરાતની પ્રજાનું દિલ દુભાવ્યું છે. મારી જેમ જ અનેક ગુજરાતીઓનું હૃદયદ્રવ્યું અને બદનામીની લાગણી અનુભવી હશે. નામદાર કોર્ટને અરજ છે કે આવા શબ્દો પર ધ્યાન આપે. વધુમાં આ ફરિયાદ સાથે કોર્ટમાં ન્યૂઝની પેન ડ્રાઇવ તથા સીડી જરૂરી સર્ટિફિકેટ સાથે રજૂ કરેલ છે. અરજદારના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણી ટાંકવામાં આવી કે, ભડકાઉ ભાષણ કે ટિપ્પણી થાય તો કોઈ ફરિયાદની રાહ જોયા વગર સરકાર ફરિયાદી બને. 


માત્ર ગર્ભાવસ્થા જ નહીં, કસુવાવડ કે ગર્ભપાત પછી પણ મહિલાઓને આટલા દિવસોની મળે છે રજા


મેહુલ ચોકસીના મુદ્દે તેજસ્વી યાદવે ગુજરાતીઓને કહ્યા ઠગ
બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું અરજીમાં જણાવાયું છે. તેજસ્વી યાદવે આ નિવેદન 22 માર્ચ 2023નાં રોજ આપ્યું હતું. અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી. બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ અરજી સંદર્ભે 1મે નાં રોજ સુનાવણી હાથ ધરાઈ. 


યુવરાજસિંહે આપ્યો મોટો સંકેત : આ તો શરૂઆત છે અંત બાકી છે, મારા પાંચવો...


બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.