Jamanagar: રખડતા ઢોરોનો આતંક, 24 કલાક પહેલાં કાળજું કંપાવે એવો વીડિયો થયો હતો વાયરલ
ઢોરના આતંકનો ભોગ બનેલ મહિલાના પરિવારજનો દ્વારા જામનગર (Jamanagar) શહેરમાંથી રખડતા ઢોરનો આતંક દૂર કરવા મનપા દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamanagar) શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે તેમ છતાં મનપાના નિંભર તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય અને નક્કર કાર્યવાહી ન કરાતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને સાચા અર્થમાં જામનગર શહેર માંથી રખડતા ઢોરનો આતંક ક્યારે દુર થશે તે હવે સૌ કોઈ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.
જામનગર (Jamanagar) શહેરમાં ગઈકાલે રણજીત રોડ વિસ્તારમાં એક જગ્યાએ ગાંડાતુર બનેલા આખલાએ રીતસરનો આતંક મચાવતાં મહિલાને સતત દોઢ થી બે મિનિટ સુધી અડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ (GG Hospital) ખાતે ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની ત્યાં સારવાર ચાલી રહી છે ત્યારે રખડતા ઢોરના આતંકનો ભોગ બનેલ મહિલાના પરિવારજનો દ્વારા જામનગર (Jamanagar) શહેરમાંથી રખડતા ઢોરનો આતંક દૂર કરવા મનપા દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Surat ના એક મકાનમાં જોવા મળે છે તરતી ઈંટો, બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ
સાથે સાથે શહેરીજનો પણ હવે જામનગર શહેરના વિભાજી સ્કૂલ પાસે તેમજ પંચેશ્વર ટાવર રોડ (Tower Road) સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બારેમાસ બેઠા હોય છે અને ઘણા વાહનચાલકો આ રખડતા ઢોરના આતંકનો ભોગ બનવું પડતું હોય છે તેમજ અકસ્માત (Accident) પણ સર્જાય છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે, મોતને ભેટી ચૂક્યા છે ત્યારે શા માટે તંત્ર દ્વારા આ રખડતા ઢોર અંગે કોઇ યોગ્ય કાર્યવાહી નથી કરાતી તે અંગે હવે શહેરીજનોની વ્યાપક લોક માંગ ઉઠવા પામી છે.
જામનગરમાં ગઈકાલની રણજીતરોડ વિસ્તારની ઘટના બાદ તેમજ શહેરમાં વારંવાર આ પ્રકારે રખડતા ઢોરની આતંકની ઘટનાને લઇને મીડિયાએ ઢોર ડબ્બા વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરતા અને પ્રજાજનોએ મનપાના શાસક અને અધિકારીઓને રજૂઆત કરતાં હવે તંત્ર સફાળું જાગ્યું છે અને મહાનગરપાલિકાના DMC એ જણાવ્યા મુજબ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે જામનગર (Jamanagar) માં રખડતા ઢોરના આતંકનો વિડીયો (Video) ગઈકાલે વાયરલ (Viral) થયા બાદ આ અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા મનપા કમિશનર સાથે વાતચીત કરી છે અને જે રીતે ઢોર માલિકો પોતાના ઢોરને રસ્તાઓ પર રખડતા મૂકી દે છે, તેને પકડવાની કાર્યવાહી મનપાની તો કરી જ રહી છે. પરંતુ રખડતા ઢોર માલિકોએ પણ આ અંગે પોતાની જવાબદારી સ્વીકારી પશુઓને રસ્તા પર રઝળતા નહી મૂકી પોતાના ઘરઆંગણે બાંધી રાખે જેથી આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને અને જો આગામી સમયમાં ઢોર માલિકો દ્વારા આ અંગે હવે પોતાની જવાબદારી સ્વીકારવામાં નહીં આવે તો પોલીસ વિભાગને સાથે રાખીને ફોજદારી સહિતી કાર્યવાહી કરવાની પણ ચીમકી પણ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા દ્વારા પણ ઝી 24 કલાકના માધ્યમથી ઉચ્ચારવામાં આવી છે.
જ્યારે ઝી 24 કલાક દ્વારા પણ જામનગર શહેરમાં રખડતા ઢોરના અહેવાલો રજૂ કરવામાં આવે છે, આજે પણ જામનગર શહેરના વિભાજી સ્કૂલ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. જ્યારે મીડિયામાં અહેવાલો રજૂ થયા બાદ એક બે દિવસ પૂરતી કામગીરી મનપા દ્વારા હાથ ધરી સંતોષ માની લેવામાં આવે છે અને ત્યારબાદ આ સમસ્યા તેમની તેમજ શહેરમાં યથાવત જોવા મળી રહી છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા પણ સવાલ કરવામાં આવ્યો છે કે મનપા દ્વારા આ મામલે કોઇ યોગ્ય કાર્યવાહી કેમ નથી કરાતી...???
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube