રખડતા ઢોરોએ પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીનું માથુ ફાડી નાંખ્યું, માતાપિતા દીકરાનો મૃતદેહ જોઈ ચોધાર આસુંએ રડી પડ્યા

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. નવસારી અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરને લીધે બે મોત થયા છે. તો જામનગરમાં પણ રખડતા આખલાએ એક મહિલા પર હુમલો કરતાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે.  
રખડતા ઢોરોએ પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીનું માથુ ફાડી નાંખ્યું, માતાપિતા દીકરાનો મૃતદેહ જોઈ ચોધાર આસુંએ રડી પડ્યા

સ્નેહલ પટેલ/નવસારી :રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. નવસારી અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરને લીધે બે મોત થયા છે. તો જામનગરમાં પણ રખડતા આખલાએ એક મહિલા પર હુમલો કરતાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે.  

નવસારી રખડતા ઢોરના કારણે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યુ છે. રખડતા ઢોરે અડફેટે લેતા બી.કોમના ત્રીજા વર્ષમાં ભણતા વિશાલ હળપતિનું મોત થયું છે. આ પહેલા પણ નવસારીમાં ઢોરના ત્રાસથી અનેક લોકોના મોત થયા છે. રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે. રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનોની નાકમાં દમ કર્યો છે. 

નવસારીમાં આજે સવારે પરીક્ષા આપવા જતા 20 વર્ષીય વિદ્યાર્થીને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. વિશાલ હળપતિ નામનો યુવક ગાર્ડા કોલેજમાં અભ્યાસ કરે છે. આજે તેનુ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પેપર હતું. તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે કાલિયાવાડીની એબી સ્કૂલ પાસે એક ઢોરે તેને ટક્કર આપી હતી. રખડતા ઢોરે તેને બાઈક પરથી ફંગોળ્યો હતો. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. રખડતા ઢોરે એટલી જોરથી વિશાલને ઉછાળ્યો હતો કે તેનુ માથુ ફાડુ નાંખ્યુ હતું. તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો.

વિશાલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતું. પરિવારને આ વિશેની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. માતાપિતા દીકરાનો મૃતદેહ જોઈને ચોધાર આસુએ રડી પડ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news