અલ્કેશ રાવ/બનાસકાંઠા : શહેરના થરાદના રાહ ગામમાં ગોચરમાં ભૂમાફિયાઓ દ્વારા શોપિંગ સેન્ટર બનાવ્યું હોવાના આક્ષેપ સાથે આજે ગામલોકો એકત્રિત થઈને શોપિંગ સેન્ટર તોડી પાડવાની માંગ કરી હતી. જ્યા સુધી શોપિંગ સેન્ટર નહિ તોડાય ત્યાર સુધી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. થરાદ તાલુકાના રાહ ગામમાં છેલ્લા એક વર્ષથી સર્વે નંબર 553 માં બની રહેલું શોપિંગ સેન્ટર વિવાદોમાં છે. આ વિવાદીત શોપિંગ સેન્ટરને લઈને ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ભૂમાફિયાઓ દ્વારા ગામના ગોચરનો સર્વે નંબર બદલીને તેના ભૂમાફિયાઓ દ્વારા ડીએલઆર કચેરી સાથે મિલીભગત કરીને ખોટા રેકર્ડ ઉભ કરી નકશો બનાવી ખોટી સીટ બેસાડી જમીન માલિકીની કરીને તેના ઉપર ખોટી રીતે મોટું શોપિંગ સેન્ટર બનાવી દેવાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમમાં પાગલ પત્નીએ પતિનો કાંટો કાઢી નાખવા આખી બોલેરો મંગાવી અને પછી...


જેને લઈને ગામલોકોએ તાલુકા કક્ષાથી લઈને ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ કઈ જ ન આવતા આજે રાહના ગામલોકો મોટી સંખ્યામાં વિવાદીત શોપિંગ સેન્ટર આગળ એકત્રિત થયા હતા. સામૂહિક રીતે ગોચરમાં ઉભેલ વિવાદીત શોપિંગ સેન્ટર તોડી પાડી ગોચર ઉપરનું દબાણ ખુલ્લું કરવાની માંગ કરી હતી. જ્યા સુધી આ દબાણ ખુલ્લું નહિ થાય ત્યાર સુધી સામુહિક રીતે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. ન્યાય માટે લડત આપવા હાઈકોર્ટેના દ્વારા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.


સુવર્ણ અક્ષરોમાં લખાશે! પ્રથમ વાર ગુજરાતના વિધાર્થીઓએ જગતને નવી રાહ ચીંધી


તો બીજી બાજુ વિવાદીત શોપિંગ સેન્ટર બનાવનાર નરસિંહભાઈ ચૌધરીએ ગામલોકોને તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા. ચૌધરીએ કહ્યું કે, સરકારમાં કોઈ ખોટી જમીન હેરફેર થાય નહિ મેં આ જમીન ગામના જ વ્યક્તિ પાસેથી ખરીદી હતી. આ જમીન ગૌચરની નથી પરંતુ સંપૂર્ણપણે મારી માલિકીની છે. ઓનલાઈન બિનખેતી થયેલી છે. ગામના અમુક લોકોને હું અહી શોપિંગ સેન્ટર બનાવું છું તે ગમતું નથી જેથી મને હેરાન કરવા અન્ય ગામલોકોને ભડકાવી રહ્યા છે. હું તમામ રીતે સાચો છું આ જમીની દરેક રીતે તપાસ થઈ ચુકી છે ફક્ત મને માનસિક રીતે હેરાન કરવા આવું કરાઈ રહ્યું છે. રાહ ગામના વિવાદીત શોપિંગ સેન્ટરને લઈને ગામલોકો અને શોપિંગ સેન્ટર બનાવનાર બિલ્ડર આમને-સામને છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદ વચ્ચે તંત્ર દ્વારા આની તટસ્થ તપાસ કરીને આ વિવાદનો ઉકેલ લાવે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube