સુવર્ણ અક્ષરોમાં લખાશે! પ્રથમ વાર ગુજરાતના વિધાર્થીઓએ જગતને નવી રાહ ચીંધી

ગુજરાતમાં ઇતિહાસમાં પહેલીવાર પૂર્વ શિક્ષકોના પગ પાખરીને ઋણ મુક્તિનો અવસર પોતાની શાળામાં કરી પૂર્વ વિધાર્થીઓ સમાજ માટે પ્રેરણા રૂપ બની નવી રાહ ચીધી છે.

સુવર્ણ અક્ષરોમાં લખાશે! પ્રથમ વાર ગુજરાતના વિધાર્થીઓએ જગતને નવી રાહ ચીંધી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરની હિંમત હાઇસ્કુલમાં પૂર્વ વિધાર્થીઓએ શાળાના પૂર્વ અને વર્તમાન શિક્ષકો પગ પાખર્યા અને કંકુ તિલક કરી સન્માન કર્યું હતું. શાળાના પ્રસંગે શિક્ષકો સાથે અને આ પ્રયત્ન ગુજરાતમાં પ્રથમ વાર વિધાર્થીઓએ કરી જગતને નવી રાહ ચીંધી છે.

શિક્ષકએ સમાજને રાહ ચીંધનાર શિક્ષક છે. શિક્ષક જ્ઞાન આપે છે. ત્યારે માતા પિતા સંસ્કાર આપે છે. ત્યારે દેશ દુનિયામાં શિક્ષકો જ શિક્ષણ આપે છે અને વિધાર્થીઓ તે ગ્રહણ કર્યા બાદ શાળાનું રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કરે છે, તો તેનો શ્રેયના પ્રથમ હકદાર શિક્ષક હોય છે. પહેલાના જમાનામાં ઋષિ મુનીઓ શિક્ષણ આપતા અને તે અભ્યાસ પૂર્ણ થયા બાદ શિષ્ય દીક્ષા પણ આપતા હતા. આ આ જમાનામાં શિક્ષણ આપતા શિક્ષકની પરિસ્થિતિ વિષે કોઈ પૂછતું પણ હોતું નથી કે કોઈ જાણતું પણ હોતું નથી.

ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કુલના પૂર્વ વિધાર્થીઓ બેસી વાતો કરતા કરતા પ્રેરણા મળી અને નક્કી કર્યું ગુરુઓની વંદના કરવાનું કાર્ય. પ્રથમ સોશિયલ મીડિયા થકી સ્કુલના પૂર્વ વિધાર્થીઓ એક થયા અને ગુરુવંદના કરવાનું બીડું ઝડપ્યું હતું. 500 થી વધુ પૂર્વ વિધાર્થીઓ રાજ્યના અને રાજ્ય બહાર વસેલા આવ્યા હતા. સ્કુલના મેદાનમાં અને મંચ પર શાળાના પૂર્વ અને વર્તમાન શિક્ષકોને બિરાજમાન કર્યા અને સ્કુલ સમયે કરતા પ્રવૃતિઓને યાદ કરી પ્રથમ વિધીઓમાં પ્રાર્થના કરી હતી. 

No description available.

વિધાર્થીઓએ ફૂલ છડીથી સ્વાગત કર્યું હતું. તો અવસાન પામેલા શિક્ષકોને શ્રદ્ધાજલી આપી હતી. ત્યાર બાદ હરખભેર શિક્ષકોનો હાથમાં હાથ પકડીને સ્ટાફરૂમના ધ્વારે લાવી વિધાર્થીઓએ તેમના પગ ધોયા અને કંકુ તિલક કરી સન્માન કર્યું હતું. ત્યારે શિક્ષક પણ કહેવા લાગ્યા કે આવું તો હજી સુધી કોઈએ કર્યું નથી, પણ અમારા વિધાર્થીઓએ શરૂઆત કરી બીજોઓને પ્રેરણા આપી છે. આ શાળામાં 1976 થી અત્યાર સુધીમાં 113 શિક્ષકોએ વિધાર્થીઓને જ્ઞાન આપતા આપતા નિવૃત થયા છે. તો જેમાંથી 43 શિક્ષકોનું અવસાન થયું છે તો હાલમાં 70 શિક્ષકો હાજર છે.

આજે વર્ષની મોટી અગિયારસ છે. તેથી આજના આ પવિત્ર દિવસ એટલે કે દેવપોઢી અગિયારસ અને આજથી ચાર મહિના માટે સુધી દેવ પોઢી જશે. પરતું આ પવિત્ર દિવસે જ ગુરુ વંદના કરતા જ્ઞાન આપનાર શિક્ષકો તો સદાય જોડે જાગતા રહીને જ્ઞાન આપતા જ રહેશે. ગુરુ પૂર્ણિમાએ ગુરુની પૂજા થતી હોય છે ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કુલના પૂર્વ વિધાર્થીઓએ ઇતિહાસમાં પહેલી વાર સ્કુલના પૂર્વ અને વર્તમાન શિક્ષકો મોટી સંખ્યામાં એક મંચ પર હતા અને બીજી તરફ મેદાનમાં એક સાથે મોટી સંખ્યામાં પૂર્વ વિધાર્થીઓને જોઇને ગદગદિત થયેલા શિક્ષકો સાથે હરખથી ભૂતકાળએ પણ શાળાના સમયને વાગોળ્યો હતો.

ક્યાંક કોઈ વિધાર્થીઓ પ્રાર્થના ગાઈ તો કોઈએ ગરબા ગાયા હતા. તો હસતા હસતા ઓછુ સંભાળતા શિક્ષકો સાથે હે કરીને વાતો કરીને યાદગાર પ્રસંગો યાદ કર્યા હતા. તો શિક્ષક એક અને તેમની ફરતે પૂર્વ વિધાર્થીઓએ મનની સાંકળ બનાવી તેમના દિલ સાથે દિલ મિલાવી તેમની હૃદયથી પગ ધોયા અને કંકુથી તિલક કરી, એકી ટસે એક બીજા સામે જોઈ રહેવાનો વિધાર્થીઓમાં અંતર્નાદ જોવા મળ્યો હતો. 

ગુજરાતમાં ઇતિહાસમાં પહેલીવાર પૂર્વ શિક્ષકોના પગ પાખરીને ઋણ મુક્તિનો અવસર પોતાની શાળામાં કરી પૂર્વ વિધાર્થીઓ સમાજ માટે પ્રેરણા રૂપ બની નવી રાહ ચીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news