પ્રેમમાં પાગલ પત્નીએ પતિનો કાંટો કાઢી નાખવા આખી બોલેરો મંગાવી અને પછી...

વસ્ત્રાલમાં સોપારી આપી પતિની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા મામલે એક બાદ એક આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી રહ્યા છે. પ્રેમસંબંધમાં નડતરરૂપ પતિને મારવા માટે પત્નિએ પ્રેમી સાથે મળીને સોપારી આપી છે. જો કે CCTV કેમેરાએ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યો હતો. આ ગુનામાં સામેલ અને અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપનાં ચાલક અને ક્લીનરની રામોલ પોલીસે ધરપકડ કરી છે.
પ્રેમમાં પાગલ પત્નીએ પતિનો કાંટો કાઢી નાખવા આખી બોલેરો મંગાવી અને પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ : વસ્ત્રાલમાં સોપારી આપી પતિની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા મામલે એક બાદ એક આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી રહ્યા છે. પ્રેમસંબંધમાં નડતરરૂપ પતિને મારવા માટે પત્નિએ પ્રેમી સાથે મળીને સોપારી આપી છે. જો કે CCTV કેમેરાએ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યો હતો. આ ગુનામાં સામેલ અને અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપનાં ચાલક અને ક્લીનરની રામોલ પોલીસે ધરપકડ કરી છે.

રામોલ પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પાંચેય આરોપીઓએ મળીને એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધાનો આરોપ છે. ગત 24મી જૂનનાં રોજ વસ્ત્રાલમાં હ્યુન્ડાઈ શો રૂમ પાસે એક હીટ એન્ડ રનની ધટના બની હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામનાં યુવકનું મોત થયું હતું. ધટના અંગેના સીસીટીવી ફુટેજમાં જોતા પોલીસને પ્રાથમિક તબક્કે શંકા જતા અમદાવાદ ક્રાઈમબ્રાંચે મૃતકનાં પરિવારજોની પુછપરછ કરતા તેની પત્નિ અને પ્રેમીએ સોપારી આપી હત્યા કરાઈ હોવાનું ખુલતા તેઓની ધરપકડ કરાઈ હતી. જેમાં ગોમતીપુરનાં યાસીન કાણીયાને 10 લાખમાં સોપારી આપવામાં આવી હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરાઈ હતી. 

આ મામલે રામોલ પોલીસે તપાસ દરમિયાન યાસીન કાણીયા પાસેથી પૈસા લઈને અકસ્માત કરનાર બોલેરો પીકઅપનાં ચાલક અને તેનાં ક્લીનરની પણ ધરપકડ કરી છે. ગોમતીપુરનાં કુખ્યાત ગુનેગાર યાસીન કાણીયાએ રાહીલ ઉર્ફે રાહુલ શેખ તેમજ અકરમઅલી ધાંચીને 7 લાખમાં સોપારી આપી હતી. જેમાંથી ₹4.50 લાખ રૂપિયા એડવાન્સ પેટે આપી શૈલેષ પ્રજાપતિનું અકસ્માત કરી તેને મોતને ધાટ ઉતારવા જણાવ્યું હતું. આ મામલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીઓએ અકસ્માત માટે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી માલ ભરવા જવાના બહાને બોલેરો ગાડી લીધી હતી. તેવામાં રામોલ પોલીસે પકડાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે તે આ ગુનામાં પોલીસે મૃતકની પત્નિ અને પ્રેમી અને બાદમાં સોપારી લેનાર સહિત તમામ આરોપીને ઝડપી લીધા છે. જોકે આ ગુનામાં આપવામાં આવેલા પૈસાની રિકવરી બાકી હોવાથી આરોપીઓની આગવી પુછપરછ શરૂ કરાઈ છે. તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓનાં અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ત્યારે તપાસના અંતે શુ નવા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news