જમીલ પઠાણ/ છોટાઉદેપુર : વધુ એક વાર લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે, અનૈતિક સંબંધોની ઘેલછાના કારણે બે પરિવાર ઉજડી ગયાની ઘટના સામે આવી છે. પરિણીત પૂર્વ પ્રેમિકા અને તેના પતિએ  કાવતરું રચી પૂર્વ પ્રેમીની હત્યા કરી નાખી હતી. આરોપી મહિલા પોલીસ ગિરફતમાં ગઈ તો આરોપી પતિએ આપઘાત કરી લેતાં બે હર્યાભર્યા પરિવારો ઉજડી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 માર્ક માટે 14 વર્ષ સુધી વિદ્યાર્થીની પર પ્રોફેસર કરતો રહ્યો દુષ્કર્મ પણ પછી એક દિવસ...


છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર-કેવડા ગામ નજીક આવેલ જંગલમાં ગત 24 મી ઓક્ટોબરના રોજ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની બાજુમાં અપંગ વ્યક્તિને ચાલવા માટેની ઘોડી પણ પડેલી હતી. જેની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં મૃતદેહ ચૂલીડેમ પ્રાથમિક શાળાના વિકલાંગ શિક્ષક રમેશ તડવીનો હોવાનું સામે આવ્યું. બનાવ અંગે પ્રથમ કદવાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો પરંતુ મળેલ મૃતદેહના શરીરે ઇજાના નિશાન હોવાને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ખેડૂત પર કુદરત રૂઠી: પહેલા વરસાદે બરબાદ કર્યા બચ્યું તેટલું આગમાં સ્વાહા...


બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રમેશ તડવીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. ત્યારે તપાસ કરી રહેલ LCB પોલીસની તપાસમાં ઘટનાને લઈ ચોકવાનારા ખુલાસા થયાં. મૃતક વિકલાંગ શિક્ષક રમેશ તડવીનો વર્ષો પૂર્વે સવિતા રાઠવાનામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે રમેશ તડવીની પત્ની અને પ્રેમિકા વચ્ચે થયેલ બબાલને લઈ રમેશ તડવીના અનૈતિક સંબંધોનો અંત આવ્યો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી શિક્ષક મૃતક રમેશ તડવીને ફરી પ્રણયફાગ ખેલવાના અભરખા જાગ્યા, અને રમેશ તડવીએ ફરી તેની પૂર્વ  પ્રેમિકા સાથે સંબંધો બાંધવાની કોશિશ કરવાની શરૂઆત કરી. 


VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી પડે


રમેશ તડવીની પૂર્વ પ્રેમિકા હવે તેના પૂર્વા પ્રેમી સાથે અનૈતિક સંબંધો બાંધવા માંગતી ન હતી. છ્તા રમેશ તડવી પોતાની પૂર્વ પ્રેમિકા સવિતાને પોતાની સાથે સંબંધો રાખવા દબાણ કરવા લાગ્યો. એક દિવસ સવિતાના પતિને પોતાની પત્ની અને રમેશ તડવી વચ્ચે કાઇ રંધાઈ રહ્યું હોવાનું લાગતાં તેને પોતાની પત્નીને પૂછતા સવિતાએ તેને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સવિતાના પતિ રૂપસિંગ રાઠવા અને સવિતાએ મળીને રમેશનું કાસળ કાઢવાનું નક્કી કર્યું. 


GUJARAT ના નાગરિકો ચેતી જજો, આજના કોરોનાના આંખ ઉઘાડનારા જો હજી નહી સુધરો તો....


સવિતાએ તેના પતિ રૂપસિંગ રાઠવા સાથે મળી કાવતરું ઘડ્યું અને રમેશ તડવીને બાર-કેવડા ગામ નજીક આવેલ જંગલમાં મળવા માટે બોલાવ્યો અને ખેલાયો ખૂની ખેલ. સવિતા અને તેના પતિ રૂપસિંગ રાઠવાએ રમેશ તડવીને માથામાં પથ્થર મારી તેનું ઢીમ ઢાળી દીધું. હત્યાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ફોન કોલના આધારે સવિતાની ધરપકડ કરી. જેની પૂછપરછ ચાલી જ રહી હતી દરમિયાન હત્યાના આરોપમાં પતિ રૂપસિંગનું પણ નામ ખુલ્યું. પરંતુ પોલીસ તેના સુધી પહોંચે તે પૂર્વે જ આરોપી રૂપસિંગની આત્મહત્યાના સમાચાર આવ્યા. રૂપસિંગે પોતાના ગામમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું. ત્યારે અવૈદ્ય પ્રેમ સંબંધના ચક્કરમાં બે લોકોના જીવ ગયા. આરોપી એક મહિલા જેલ ના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. તેવામાં આરોપીઓના ચાર સંતાનો નિરાધાર બન્યા છે. બીજીતરફ  મૃતક શિક્ષક રમેશ તડવીના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આમ અનૈતિક સંબંધોએ બે પરિવારનો માળો વીંઝાઇ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube