VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી પડે

નગરને માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્પિત કરી હતી. જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકારના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાની નહી કરે. નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ અપાઇ રહ્યો છે. 
VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી પડે

વાપી : નગરને માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્પિત કરી હતી. જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકારના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાની નહી કરે. નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ અપાઇ રહ્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાપી નગરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), વાપી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ ચાર રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ અને ભૂમિપૂજન મળી પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને આપી હતી. વાપી નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, આજે વાપી નગરપાલિકામાં નાનામાં નાના અને છેવાડાના માણસનો વિચાર કરીને તેમને સુખ-શાંતિ અને સમુદ્ધિ મળે તેવા વિકાસના કામોની દિવાળી ભેટ મળી છે. 

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ સૌને સાથે રાખીને વિકાસના કામો કરી રહ્યા છે. એટલા માટે આજે વાપી નગરપાલિકામાં તમને વિકાસના કામોની ગતિ ખૂબ ઝડપી જોવા મળી રહી છે. આમ, નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આજે વાપીના લાભાર્થી નાગરિકોને ઘરનું ઘર મળી રહ્યું છે. જ્યાં તેમનું ઘર છે ત્યાં સુધી જવાનો રસ્તા પણ મળી રહ્યો છે. એટલું જ નહીં, ઘરમાં બેઠા-બેઠા વીજળી, પાણી અને ટોયલેટની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે.

ગામે-ગામ અને છેવાડાના મનાવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા આ સરકાર ક્યાંય પાછી પાની કરશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ગુજરાત વડાપ્રધાનના આ નિર્ધારને ૨૦૨૨ સુધીમાં પાર પૂર્ણ કરી દેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી અનેક યોજનાઓ નરેન્દ્રને લાવ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આ તમામ યોજનાઓ તેમજ સુવિધાઓ કેવી રીતે પહોંચે તેના પર કામ થઇ રહ્યું છે. એટલું જ નહીં, નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ આપવામાં આવી રહ્યો છે. 

મા-અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા પેશન યોજના, વૃદ્ધ પેશન યોજના જેવી યોજનાઓનો લાભ જનતા સુધી કેવી રીતે પહોંચે તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસો થઇ રહ્યા છે એમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, જનતાની જે પણ મુશ્કેલીઓ હશે એ અમારી સુધી પહોંચતાની સાથે તેનો ઝડપથી નિકાલ કરાશે. ક્યાંય કામ બાકી રહી ગયા હશે તેને ઝડપથી પૂર્ણ કરાશે. આમ, જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકરાના પ્રયાસો છે. પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આજે આપણે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવું જોઇએ. પ્રાકૃતિક ખેતીને લઇને ખેડૂતોને તમામ પ્રકારની જાણકારી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ખેડૂત ખેતી કરતો હોય કે ન કરતો હોય પણ ખેતીની જાણકારી દરેકને હોવી જોઇએ 

આ અવસરે નાણા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શહેરી વિસ્તારનો આગવી ઢબે વિકાસ કરવાનો જે બહોળો અનુભવ છે તેનો લાભ હવે આખા ગુજરાતને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત સરકાર જન-સુખાકારીમાં સતત વધારો કરવામાં પ્રયાસરત છે જેના પરીણામે આજે વાપીના ૨૫ ગામની ૧.૬૭ લાખ જનતાને ઘરે નળથી જળ મળ્યું છે. મંત્રીએ મુખ્યમંત્રીના સાલસ સ્વભાવ અને પરીવારયુક્ત નેતૃત્વની સરાહના કરી હતી.

કનુ દેસાઇએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબી ખુબ જ નજીકથી જોઇ છે, સામાન્ય માનવીની જરૂરીયાતને તઓ સમજે છે. ઉજ્જવલા યોજના, સ્વચ્છતા અભિયાન વિગેરે તેમની જન સામાન્ય પ્રત્યેની સંવેદનાની આપણને પ્રતિતિ કરાવે છે. રાજ્ય સરકાર પણ એ જ સંવેદનાપૂર્ણ અભિગમથી જનસેવા કરવા પ્રતિબદ્ધ છે. આરોગ્ય અને પરીવાર મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે લોકોને નળથી જળ આપવાનું અભિયાન આરંભ્યુ હતું. હવે વડાપ્રધાન બનતા તેમની આ નિતીનો લાભ આખા દેશને મળ્યો છે. તેમણે કહ્યું કે, આજે ગુજરાતના ૭૦-૮૦ ટકા ઘરોમાં નળ કનેક્શન મારફતે શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ટકાવારી ૧૦૦ ટકાએ પહોચાડવી છે. દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત નથી પરંતુ ઘરના ફળીયા સુધી પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સરકાર કાર્યરત છે તેમ તેમણે ઉમેર્યું હતું.  

મંત્રીએ આ અવસરે નાગરીકોને પોતાના અને આજુબાજુના ઘરોમાં રહેતા તમામ નગરીકોએ કોરોના રસીના બંને ડોઝ લઇ લીધા હોય તેની દરકાર કરવા અનુરોધ કર્યો હતો. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ફાટક મુક્ત થવા જઇ રહ્યું છે. ગુજરાતના અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ધરાવતા વાપીના નગરીકોને ફાટક પાસે અને અન્ય માર્ગો પર ટ્રાફીકની હેરાનગતિમાંથી મુક્તિ આપવા રેલવે અને રોડ ઓવરબ્રિજના ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યા છે.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે, હવે જમાનો ઝડપી અને ટેકનોલોજીના ઉપયોગયુક્ત બન્યો છે ત્યારે વાપીના નગરજનોને માસ અને રેપીડ ટ્રાંસપોર્ટેશનની સુવિધા આપવા સરકારે સિટી બસ સુવિધાનો પ્રારંભ કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી થી લઇ વાપી સુધીના વિસ્તારને વર્લ્ડ ક્લાસ પરીવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની રાજ્ય સરકારની નેમ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે આજે દિવાળીની ભેટ સ્વરૂપે વલસાડ અને વાપીવાસીઓને મળેલા વિકાસ કામોની વિગતો જોઈએ તો વાપી નગરપાલિકા દ્વારા નિર્મિત થનારા રૂ.૯૪૫.૮૧ લાખના ખર્ચના ઓડીટોરીયમના ખાતમુહુર્ત સહીત મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના - રૂ.૨૧૦ લાખ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - રૂ.૧૭૫૦ લાખના કામોનુ લોકાર્પણ કરવામા આવ્યુ છે. 

વાપી નગર સહીત આસપાસના ૨૫ ગામોને લાભાન્વિત કરતી રૂ.૧૧ હજાર ૬૪૨.૩૫ લાખની પાણી પુરવઠા વિભાગની વાપી જૂથ પાણી પુરવઠા યોજનાનુ પણ લોકાર્પણ કરાયુ હતુ.  આ ઉપરાંત આજે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગના (૧) વાપી ખાતે આવેલા હયાત રેલ્વે ઓવરબ્રિજના સ્થાને રૂ.૧૪ હજાર ૪૨૦ લાખના ખર્ચે નવા નિર્માણ થનારા ચારમાર્ગીય ઓવરબ્રિજ (૨) ઉમરગામ તાલુકામા આવેલા રેલ્વે ક્રોસિંગ નંબર ૭૪ પાસે રૂ.૭ હજાર ૫૭૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા ચારમાર્ગીય રેલ્વે ઓવરબ્રિજ (૩) ઉદવાડા ખાતે આવેલા રેલ્વે ક્રોસિંગ નંબર ૮૭ પાસે રૂ.૨ હજાર ૮૮૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા રેલ્વે ઓવરબ્રિજ સહીત (૪) જિલ્લાના મુખ્ય મથક વલસાડ ખાતે હયાત રેલ્વે ઓવરબ્રિજના સ્થાને રૂ.૧૯ હજાર ૪૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા ચારમાર્ગીય રેલ્વે ઓવરબ્રિજના કામોનુ ખાતમુહુર્ત કરાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news