મૌલિક ધામેચા /  અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર અને માથાભારે આરોપી કાલુ ગરદન પર પોલીસે ફરી એકવાર કાયદાનો ગાળીયો કસ્યો છે. આ વખતે સરકારી જમીન પચાવી પડવાના કેસમાં કાલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથધરી છે. પોલીસે કાલુ ગરદનના ગુનાહિત ઇતિહાસને નેસ્તો-નાબૂદ કરવા કાયદાની કમાન કસી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખુ સ્ટાર્ટઅપ: માત્ર એક ક્લિક અને કોઇ પણ પક્ષી -પ્રાણી બાળકની સામે આવીને ઉભુ રહી જશે


જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો ટપોરી કાલુગરદનની ધરપકડ કરવામા આવી છે. કાલુ ગરદને જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં કલેકટરને માથાભારે કાલુ ગરદન વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ બાદ કાલુ ગરદન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. જો કે ગત મોડીરાતે અમદાવાદ આવતા જ સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી છે. કાલુ ગરદનના ભયથી જનતાને મુક્ત કરવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. કહેવાતા માથાભારે પણ લોકલ ટપોરી કાલુ ગરદન સામે આ કોઈ પહેલો કેસ નથી. 


ખાસ ઓઇલની માંગ સાથે કોઇ આંતરરાષ્ટ્રીય કરોડોનો ઓર્ડર આપે તો સાવધાન, વેપારી સાથે લાખોની ઠગાઇ


અગાઉ પણ કાલુ ગરદન સામે 29 ગુના નોંધાયા છે. વર્ષ 2011માં કાલુ ગરદને જાહેરમાં નદીમ સૈયદ નામના એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેનું નામ કાલુ ગરદન પડ્યું હતું. બાદમાં કાલુ ગરદનના ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો ગયો. જેમાં ધાક-ધમકી, ખંડણી ઉઘરાવવી, મારામારી, હત્યાની કોશિશ અને વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં કાલુ ગરદન વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા. ત્યાર બાદ 4 વખત પાસા અને 1 વખત તડીપાર પણ કરવામા આવ્યો પણ આ વખતે પોલીસે કાલુ ગરદન પર કાયદાનો ગાળિયો બરાબર કસ્યો છે. 


ગુજરાત માટે રાજસ્થાનનો ‘પાણી’ ધર્મ - એક કરારથી બંધાયેલા છે બંને રાજ્યો


હાલ કાલુ ગરદન સામે દાખલ થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસમાં ACP- એમ' ડીવીઝન દ્વારા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો કાલુ ગરદન પોલીસની પકડથી બચવા છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન છુપાયો હતો. પરંતુ ગત મોડી રાત્રે તે એસજી હાઈવે પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા સેટેલાઈટ પોલીસે તેને ઝડપી લીધો છે. જોકે હવે કાલુ પોતાની પુછપરછમા શું નવા ખુલાસા કરે છે તે જોવુ મહત્ત્વનુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube