ગુજરાત માટે રાજસ્થાનનો ‘પાણી’ ધર્મ - એક કરારથી બંધાયેલા છે બંને રાજ્યો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજસ્થાન એ ગુજરાતનું પાડોશી રાજ્ય છે. પાડોશી રાજ્ય હોવાને કારણે બંને રાજ્યો વચ્ચે અનેક પ્રકારના વહેવારો થતા હોય છે. ત્યારે રાજસ્થાન ગુજરાતીઓની તરસ છીપાવવાનું પણ કામ કરે છે. રાજસ્થાનના બાંસવાડા (Banswara) નો માહી બજાજ સાગર ડેમ (Mahi Bajaj Sagar Project) આવેલો છે. આ ડેમ એવો છે જે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોના લોકોને પાણી પહોંચાડે છે. જાણો કેવી રીતે.
ગુજરાત અને રાજસ્થાનના સહયોગથી બનેલા માહી બજાજ સાગર સિંચાઈ અને જળવિદ્યુત બહુઉદ્દેશીય પરિયોજના છે. માહી પરિયોજના દ્વારા બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાના 80 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિદ્યુત ગૃહોથી 140 મેગાવોટ વિજળી ઉત્પાદન થઈ રહી છે. 281.50 આરએલ મીટર ક્ષમતાવાળા આ ડેમમાં હાલ 273.60 મીટર પાણીની માત્રા નોંધવામાં આવી છે.
માહી બજાજ સાગરનો ઈતિહાસ
આ પરિયોજનાનો પાયો તત્કાલીન ફાઈનાન્સ મંત્રી મોરારજી દેસાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો. ડેમનું નામ પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની જમનાલાલ બજાજના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ પરિયોજના માહી નદી સાથે જોડાયેલી છે. માહી નદી મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સરદારપુરા ગામથી નીકળે છે. માહી નદી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતથી થઈને વહે છે. આ પરિયોજનાનું નિર્માણ 1972 થી શરૂ થયુ હતું.
ડેમનો કુલ જળગ્રહણ ક્ષેત્ર 6149 વર્ગમીટર
ડેમને ભરવાની ક્ષમતા 77 ટીએમસી
ડેમને ઉપયોગી ભરવાની ક્ષમતા 64.75 ટીએમસી
બાંધકામ વર્ષ 1983
બાંધકામનો સમયગાળો 1972 થી 1983
ડેમને બાંધવાનો ખર્ચ 932 કરોડ
ડેમના પાણીનું ગણિત
1966 માં ગુજરાત રાજસ્થાન રાજ્યો વચ્ચે થયેલા કરાર મુજબ, ગુજરાત માટે 40 ટીએમસી પાણી આરક્ષિત કરવામાં આવ્યુ હતું. જ્યારે કે રાજસ્થાનના 80 હજાર હેક્ટર સિંચિંત વિસ્તારમાં સિંચાઈ માટે16 ટીએમસી, વિસ્તારિત સિંચિત ક્ષેત્રમાં સિંચાઈ માટે 4.47 ટીએમસી, પાવર પ્રોજેક્ટ માટે 4 ટીએમસી, પીએચઈડીમાટે 2.08 ટીએમસી અને બાંસવાડા ગામના ઔદ્યોગિક વિકાસમાટે .065 ટીએમસી પાણી આરક્ષિત કરવામાં આવ્યુ છે. હાલ આ ડેમમાં પાણી ઓછું છે, પણ સારો વરસાદ થાય તો તે ફરી છલકાઈ શકે છે. તો ગુજરાતની પણ પાણીની સમસ્યા થોડી દૂર થઈ શકે છે. હાલ આ ડેમમાં માત્ર 57 ટકા પાણી જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે