બનાસકાંઠાના ખેડૂતે હૈયા ઉકલતથી કર્યો અનોખો ચમત્કાર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
આદર્શ ખેડૂત બનાસકાંઠાના ડીસા તાલુકાના નાનકડા ગામ રાણપુર ગામના યુવા ખેડૂત કનવરજી વાધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. જેના કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. ડીસાના રાણપુર ગામના કનરવજી વાધણીયા સામાન્ય ખેડૂત છે પણ તેઓ લાંબા સમયથી કઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે તેમને ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ તો તેમને બે વર્ષ નુકશાન કર્યું પણ હિંમત ન હારી એકવાર એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું અને સફળતા મળી અને ખુબજ સારા ભાવે ચોળાફળીના પાકનું વેચાણ થયું હતું.
મહેસાણા : આદર્શ ખેડૂત બનાસકાંઠાના ડીસા તાલુકાના નાનકડા ગામ રાણપુર ગામના યુવા ખેડૂત કનવરજી વાધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે. જેના કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. ડીસાના રાણપુર ગામના કનરવજી વાધણીયા સામાન્ય ખેડૂત છે પણ તેઓ લાંબા સમયથી કઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે તેમને ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ તો તેમને બે વર્ષ નુકશાન કર્યું પણ હિંમત ન હારી એકવાર એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાફળીનું વાવેતર કર્યું અને સફળતા મળી અને ખુબજ સારા ભાવે ચોળાફળીના પાકનું વેચાણ થયું હતું.
ગીરગઢડા તાલુકામાં બિસ્માર બનેલા રોડ મુદ્દે નાગરિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન
જોકે શિયાળામાં ચોળાફળીનું વાવેતર કરનાર કનવરજી દેશના પ્રથમ ખેડૂત બન્યા હતા અને આવક પણ ખુબ જ મેળવતા બિયારણ કંપની માતૃ સિડ્સ દ્વારા ચોળીના પાકની પ્રચલિત જાત મધુના કનવરજીને બ્રાન્ડ એમ્બેસેટર બનાવી તેના ફોટા બિયારણ કંપનીએ પેકીંગ પર મૂક્યા તેથી બાદમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો પણ આ સફળ ખેતી જોવા કનવરજીના ફાર્મ પર આવતા થયા હતા. ડીસાના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા કનવરજી વાધણીયા સમગ્ર દેશમાં નામના મેળવે તે માટે ઇન્ડિયા બુકમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવતા તેઓને દેશના પ્રથમ ખેડૂત તરીકે માન્ય રાખી ઇન્ડિયા બુકમાં પ્રથમ સ્થાન આપ્યું હતું.
ભચાઉના યુવકે આત્મનિર્ભર હેઠળ બનાવ્યું 'દેશી ટિકટોક', છે જોરદાર ફિચર્સ
શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કાર્ય હતા. આ બાબતે કનવરજીએ જણાવ્યું હતું કે શિયાળામાં ચોળાફળીનું વાવેતર કરવું અઘરું હોવા છતાં મને સફળતા મળી છે. સાથે મોદી સાહેબનું સ્વપ્ન હતું કે ખેડૂતની આવક બમણી થયા તે આ રીતે ખેતીથી થઈ શકે છે. કનવરજી વાધણીયાએ અનોખી ખેતી કરતા અમે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે મોકલ્યું હતું જ્યાં તેમની પ્રથમ પસંદગી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર