રાજકોટમાં કીચડમાં ડુબી રહેલા ઘોડાનું દિલધડક રેસક્યું, જવાનને જલદ કેમિકલ અડી ગયું અને...
એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં શહેરની આજી નદીના પટમાં કાદવમાં એક ઘોડો ડુબી રહ્યો હતો. આ અંગે ફાયર (Fire) બ્રિગેડને કોલ મળતા ફાયર (Fire) નાં જવાને જીવના જોખમે ઘોડા (Horse) ને બહાર કાઢ્યો હતો. જો કે નદીમાં રહેતા જેરી કેમિકલની અસરથી ફાયર (Fire) નાં જવાનને આખા શરીરે ખંજવાળ ઉપડતા તેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
રાજકોટ : એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં શહેરની આજી નદીના પટમાં કાદવમાં એક ઘોડો ડુબી રહ્યો હતો. આ અંગે ફાયર (Fire) બ્રિગેડને કોલ મળતા ફાયર (Fire) નાં જવાને જીવના જોખમે ઘોડા (Horse) ને બહાર કાઢ્યો હતો. જો કે નદીમાં રહેતા જેરી કેમિકલની અસરથી ફાયર (Fire) નાં જવાનને આખા શરીરે ખંજવાળ ઉપડતા તેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
ખાનગી શાળાઓની દાદાગીરીથી કંટાળેલા વાલીઓની તરકીબ, ફી પણ નહી અને બાળક પણ હોશિયાર બને
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આજીડેમ નજીક આવેલા રાજેશ્વર મંદિરનાં મહંતે એક ઘોડા (Horse) ને નદીનાં પટમાં ડુબેલો જોયો હતો. આથીતત્કાલ તેમણે ફાયર (Fire) અને સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયર (Fire) ની ટીમ ઘટના સ્થળે તત્કાલ આવી પહોંચી અને 30 મિનિટ સુધી ચાલેલા દિલધડક રેસક્યૂ ઓપરેશન બાદ ઘોડા (Horse) ને બહાર કાઢવામાં તો સફળતા મળી હતી. પરંતુ જવાનને આખા શરીરે ખંજવાળ ઉપડી હતી.
Amreli: મહિલા મોરચાના મહામંત્રી ફોટા પર બીભત્સ કોમેન્ટ કરતા સર્જાયો વિવાદ
ઘોડા (Horse) ને બચાવવા નદીમાં પડેલા ફાયર (Fire) નાં જવાનને નદીમાં ભળેલા કેમિકલની અસરથી શરીરે ખંજવાળ ઉપડી હતી. ઘોડા (Horse) ને પટમાં બહાર કાઢ્યો હતો. જો કે જવાનને કેમિકલની અસર થતા તેના શરીરે ખંજવાળ ઉપડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, ફાયર (Fire) જવાને તમામ સેફ્ટીના સાધનો પહેર્યા હોવા છતા પણ ખંજવાળ ઉપડી તો સામાન્ય વ્યક્તિ આ કીચડમાં પડી હોય તો તેની શું સ્થિતિ થાય. પાણીના જીવનું શું થતું હશે તંત્રની ઘોર બેદરકારી કે નદીમાં આટલું જલદ કેમિકલ મિક્ષ થતું હોવાથી તેનું રૂંવાડુ પણ ફરકતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube