ખાનગી શાળાઓની દાદાગીરીથી કંટાળેલા વાલીઓની તરકીબ, ફી પણ નહી અને બાળક પણ હોશિયાર બને
છેલ્લા દોઢ કરતા પણ વધારે વર્ષથી કોરોનાને કારણે ગુજરાતમાં શાળાઓ લગભગ બંધ જ રહી છે. મોટા ભાગનાં બાળકોનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. જો કે ઓનલાઇન શિક્ષણ છતા પણ ખાનગી શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે આ મુસીબતનો સમય રહ્યો છે.
Trending Photos
અમદાવાદ : છેલ્લા દોઢ કરતા પણ વધારે વર્ષથી કોરોનાને કારણે ગુજરાતમાં શાળાઓ લગભગ બંધ જ રહી છે. મોટા ભાગનાં બાળકોનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. જો કે ઓનલાઇન શિક્ષણ છતા પણ ખાનગી શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે આ મુસીબતનો સમય રહ્યો છે. આર્થિક રીતે અનેક લોકો પાયમાલ બન્યા છે, તો બીજી તરફ શાળાઓ સતત ફી ચુકવવા માટે દબાણ કરી રહી છે. નહી તો અવનવા બહાના હેઠળ વિદ્યાર્થી અને વાલીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે. ખાનગી શાળાની દાદાગીરીથી કંટાળેલા વાલીઓ હવે મ્યુનિસિપલ શાળાઓ તરફ વળ્યાં છે.
છેલ્લા 10 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલમાં 15 હજાર 700 વિદ્યાર્થીઓનાં એડમિશન થયા છે. કોરોનાને કારણે આર્થિક પાયમાલ અને શાળાઓ ચાલુ નહી હોવા છતા ખાનગી શાળાઓ દ્વારા ફીની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા વાલીઓએહવે સરકારી શાળાઓ તરફી વલણ દર્સાવ્યું છે.
વાલીઓ માની રહ્યા છે કે, લાખો રૂપિયા ફી આપીને બાળકોને ભણાવવા કરતા સરકારી શાળામાં ભણાવી સામે સારા ટ્યુશન ક્લાસીસમાં બાળકને ભણવા મોકલવો વધારે હિતાવ છે. અત્યાર સુધી શાળા અને ટ્યુશન ક્લાસ બંન્ને મોરચે વાલીઓ પિસાઇ રહ્યા હતા. જો કે હવે વાલીઓ સરકારી શાળા અને ખાનગી ટ્યુશન ક્લાસનાં અભિગમ તરફ વળી ગયા છે.
અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ખાનગી શાળાઓ દ્વારા FRC મુદ્દે પણ સરકારમાં રજુઆત કરી છે. જેના કારણે ખાનગી શાળાઓમાં ફરી એકવાર તોતિંગ ભાવ વધારો ઝીંકાય તેવી શક્યતાઓ તો છેજ સાથે કોરોનાનાં ત્રીજા વેવની શક્યતાને જોતા આ વર્ષે પણ શાળાઓ ખુલે તેવી શક્યતાઓ નહીવત્ત છે. જેને જોતા વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યાં હોવાનું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે