મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી 2 સગીરા અને એક યુવતીની હેબિયર્સ કોપર્સમાં અલગ અલગ આરોપીઓ દ્વારા સગીરા અને યુવતીને લાલચ આપી હતી. આ વ્યક્તિ તેને ફોસલાવીને ભગાડી ગયો છે. આ બાબતે રામોલ, મણિનગર અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે ગુનો નોંધાયાના ઘણા સમય પછી પણ ગુમ દીકરીઓ અને આરોપીઓનો પત્તો ન લાગતા આખરે આ ત્રણેય મામલે તપાસ અમદાવાદ મહિલા ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ, સેંકડો દર્દીઓ ઓપરેશન વગર રઝળ્યાં


જેના આધારે મહિલા ક્રાઇમબ્રાન્ચે દીકરીઓને શોધવા તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે શહેરીજનોની મદદ માંગીને આરોપીઓના ફોટા જાહેર કર્યા છે. સાથે જ આ વ્યક્તિઓ કોઈને જોવા મળે તો સ્થાનિક પોલીસ અથવા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા શહેરીજનોને અપીલ પણ કરી છે. આરોપી રજનીશ પરમહંસ રાય જે છેલ્લા કેટલાય સમયથી પત્રકાર તરીકે પોતાની ઓળખ આપે છે, તેના દ્વારા 17 વર્ષની દીકરીને ઓગસ્ટ મહિનાથી તેના ઘરેથી ભગાડી ગયો છે. 


રોડ પર જઇ રહેલા એક શખ્સનો પોલીસે થેલો ચેક કર્યો અને જે મળ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી


આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે આજ દિન સુધી આરોપી અને દીકરી મળી આવી નથી. આવી જ રીતે મણીનગર પોલીસ સ્ટેશન અને રામોલ પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જનાર આરોપીને શોધવામાં લોકલ પોલીસ નિષફળ રહેતા સમગ્ર મામલે તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓ વહેલી તકે ઝડપાઇ જાય તે ઉદ્દેશથી અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. સાથે જ આરોપીઓના ફોટા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોકલીને અલગ અલગ જિલ્લાની પોલીસની મદદ માંગવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube