જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ, સેંકડો દર્દીઓ ઓપરેશન વગર રઝળ્યાં
Trending Photos
બનાસકાંઠા : જિલ્લાના ધાનેરા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે ફાયરનાં સાધનો ઉપલબ્ધ કરી એન.ઓ.સી મેળવવા તાકીદે જાણ કરવામાં આવી હતી. જો કે નોટિસના અંતિમ દિવસે એનઓસી નહી મેળવતા ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીને મુદ્દે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવ્યું છે, ત્યારે આજે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ફાયર સેફટી ન હોવાના કારણે ધાનેરા નગરપાલિકાએ હોસ્પિટલમાં કાર્યવાહી કરી અને ઓપરેશન થીયેટર સીલ કરી દીધું છે. ધાનેરા તાલુકાનું સૌથી મોટું સરકારી હોસ્પિટલ છે જે રેફરલ હોસ્પિટલ ફાયરના સાધનોની કોઈ સુવિધા નથી અને અવારનવાર ધાનેરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી ફાયર noc મેળવવા તાકીદ કરવામાં આવી હતી. જો કે રેફરલ હોસ્પિટલના લાપરવાહ વહીવટના કારણે હજુ સુધી ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ફાયર noc નથી મેળવાઇ અગાઉ પણ હોસ્પિટલમાં દસ વર્ષ પહેલા આગ લાગવાનો બનાવ બન્યો હતો તેમ છતાં સરકારી હોસ્પિટલનું નિષ્ક્રિય તંત્ર હજુ સુધી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ના કરતાં ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઓપરેશન થિયેટર સીલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
ધાનેરાના સૌથી મોટા રેફરલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 500ની આસપાસ ઓપીડી રહેતી હોય છે. સતત દર્દીઓથી ઉભરાતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોવાથી અનેક વાર નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી જાણ કરવામાં આવી હતી. પરંતુ સરકારી હોસ્પિટલ દ્વારા ફાયર NOC મેળવવાની તસ્દી લીધી નહોતી. સમગ્ર મામલે તંત્રને જાણ કરી છે અને જે હોસ્પિટલની રોગી સમિતિ છે તેમાં પણ જાણ કરી છે. જો કે નાણાંના અભાવે હજુ સુધી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો નથી લાગ્યા. જેથી આજે નગરપાલિકા દ્વારા હોસ્પિટલના ઓપરેશન થિયેટરને સીલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે ફાયર nocમેળવી નગરપાલિકા પાસે ot ખોલાવાની બાંહેધરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે