રોડ પર જઇ રહેલા એક શખ્સનો પોલીસે થેલો ચેક કર્યો અને જે મળ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા : સરહદી બનાસકાંઠા જિલ્લો હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ આજે ડીસા શહેર ઉત્તર પોલીસે 5 કિલો અને 766 ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આવનારા હોળી અને ધૂળેટીના તહેવારને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
દરમિયાન ડીસા શહેરમાં આવેલી શિવનગર પોલીસ ચોકી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતો હતો. જેથી પોલીસે આ શખ્સને રોકી તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને આ થેલામાથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. શખ્સ પાસેથી મળી આવેલો ગાંજાનો જથ્થોનું વજન 5 કિલો અને 766 ગ્રામ જેટલું થાય છે. તેની અંદાજિત કિંમત 57,600 રૂપિયા જેટલી થાય છે. પોલીસે ગાંજા સાથે ઝડપી પડેલા શખ્સનું નામ મહાદેવરામ જસરામ મેઘવાળ હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલો શખ્સ રાજસ્થાન જાલોર જિલ્લાના સાયલા તાલુકાના બાવતરા ગામનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મહાદેવરામ પાસેથી ગાંજા સહિત મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 61,010 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ અત્યારે ગાંજાનો આ જથ્થો ક્યાથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને આપવાનો કરવાનો હતો તે દિશામાં તપાસ ચલાવી રહી છે. ડીસા પોલીસે આરોપી મહાદેવરામ મેઘવાળ સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે