હરિન ચાલીહા/દાહોદ: જિલ્લામાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે આંતરી દંપતીને માર મારી લૂંટ ચલાવી લૂંટારા ફરાર થયા હતા. આ ઘટનામાં મહિલાનું મોત નીપજયું છે. સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાંથી બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, ટકરાશે કે નહિ તે જાણો


દાહોદ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસથી બેખોફ બની ગુનાખોરીના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે. આજે લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામનો શૈલેષ ડામોર પત્ની લલિતાબેન સાથે સાળીને ત્યાંથી પરત પોતાના ઘરે બાઇક ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે શૈલેષએ પોતાના પરિવારજનોને ફોનથી સપર્ક કરી જણાવ્યુ હતું. 


Benefits of White Mango: શું તમે ક્યારેય ખાધી છે સફેદ કેરી? અનેક રોગોનો છે ઈલાજ


મોટી મહુડી ખાતે સુમસાન રસ્તા ઉપર અજાણ્યા લૂંટારાઑ તેમને રોકી બંને પતિ પત્નીને માર મારી શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા છે. જેને પગલે તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પતિ પત્નીને સારવાર અર્થે લીમડી લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દાહોદ ખાતે રિફર કર્યા હતા. જ્યાં ડોક્ટરોએ લલિતાબેનને મૃત જાહેર કરી હતી અને શૈલેષને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


ક્રેકટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું પરંતુ એવો પવન ફૂંકાયો કે લોકોમાં નાસભાગ થઈ... સુરતના ભાઠા વિસ્તારની ઘટના આવી સામે


બનાવની ગંભીરતાને લઈ એલસીબી એસઑજી સહિત ની પોલીસ ટીમો કામે લાગી હતી અને પ્રાથમિક પૂછપરછમાં પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસ વડા, એલસીબી એસઓજી તેમજ ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રોડની બાજુના ખાડામાં બાઈક પડેલું હતું. 


રહેણાંકમાં સોલાર રૂફટોપ લગાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ! લાઈટ બીલ બચાવવા તમે પણ અજમાવો


તેમજ નજીકના ડુંગરમાં ઝાડીઓ વચ્ચે લલિતાબેનના ચાંદીના અને સોનાના દાગીના ડોગ સ્કવોડે શોધી કાઢ્યા હતા એટ્લે સમગ્ર લૂંટનો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો જણાઈ રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામે ઝીણવટભરી તપાસ હાથ ધરી સારવાર લઈ રહેલ શૈલેષ ભાનમાં આવે ત્યારપછી વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 


ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મીઓએ કાયાપલટ કરી દીધી