લો બોલો ! ગઠીયા યુનિયનનાં નામે પોલીસના જ ખિસ્સા કાપી ગયા, ક્રાઇમબ્રાંચે તપાસ આદરી
પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી યુનિયન બનાવવાની માંગ ઉઠી રહી છે. પરંતુ યુનિયન બને તે પહેલા જ યુનિયનના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનુ છે કે, સોશિયલ મિડાયામાં ગ્રુપ બનાવી ઈ વોલેટ મારફતે રૂપિયા પડાવતા આ ગુનો નોંધાયો છે. રાજ્યભરના સરકારી સેવકો એટલે કે સરકારી કર્મચારીઓ પોતાના હક્કની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી યુનિયન બનાવવાની માંગ ઉઠી રહી છે. પરંતુ યુનિયન બને તે પહેલા જ યુનિયનના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનુ છે કે, સોશિયલ મિડાયામાં ગ્રુપ બનાવી ઈ વોલેટ મારફતે રૂપિયા પડાવતા આ ગુનો નોંધાયો છે. રાજ્યભરના સરકારી સેવકો એટલે કે સરકારી કર્મચારીઓ પોતાના હક્કની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે.
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
જેમાં ડીસીપ્લિન ફોર્સ એવી પોલીસ અને રાજ્ય SRP ના જવાનોના ગ્રેડ પે મામલે ડીજીટલ આંદોલન ચાલ્યુ હતુ. જે આંદોલનનો લાભ લઈ ફંડ એકઠુ કરવાના નામે જવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ટેલીગ્રામ એપ્લિકેશનમાં બે અલગ અલગ ગ્રુપ બનાવી જવાનો પાસેથી ઈ વોલેટ મારફતે રૂપિયા પડાવવામાં આવતા હતા.
Gujarat Corona Update: કોરોનાના નવા 1068 કેસ, 872 દર્દીઓ સાજા થયા
ડિસાના રહેવાસી હાર્દિક પઢીયાર નામના યુવકે ટેલીગ્રામમાં #2800SRP અને #રાજ્યઅનામતદળ 1221 નામથી બે ગ્રુપ બનાવ્યા હતા. જે ગ્રુપમાં કેટલાક પોલીસ અને SRP જવાનો પણ હતા. આ ગ્રુપમાં હાર્દિકે પોલીસ વિભાગમા અવ્યવસ્થા સર્જાય, ઉદાશીનતા ફેલાય અને શિશ્તભંગ થાય તેવી ઉસ્કેરણી ભરેલા મેસેજ કર્યા હતા. ઉપરાંત યુનિયનના નામે જવાનો પાસેથી આર્થીક સહાય પણ મેળવી હતી. ભોગ બનનાર SRP જવાને પણ ઈ વોલેટ દ્વારા આર્થિક સહાય કરી હતી. પરંતુ બાદમાં જાણ થઇ હતી કે પોતે છેતરાયા છે.
સાયબર ક્રાઇમ: આર્મી માટે ઇલાયચી ખરીદવાનાં બહાને પરિવાર સાથે ઓનલાઇન છેતરપિંડી
જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાર્દિક પઢીયાર વિરુધ ફરિયાદ નોધાવી હતી. જેને લઈ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે કે આ ગ્રુપમા કેટલા સભ્યો છે. કેટલા લોકો પાસેથી રૂપિયા મેળવવામાં આવ્યા છે. હાર્દિકની સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. ત્યારે પોલીસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહ્તવનુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર