યુવતી પર ફોટોગ્રાફરે દુષ્કર્મ આચર્યું, વકીલ પાસે ગઇ તો વકીલે પણ અને ડોક્ટર પાસે ગઇ તો ડોક્ટરે પણ...
જિલ્લાની યુવતી સાથે પરિચય કેળવી ફોટોગ્રાફર, વકીલ અને ડોકટરે ભેગા મળીને યુવતીનાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર નવર દુષ્કર્મ આચરતાા હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
આણંદ : જિલ્લાની યુવતી સાથે પરિચય કેળવી ફોટોગ્રાફર, વકીલ અને ડોકટરે ભેગા મળીને યુવતીનાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર નવર દુષ્કર્મ આચરતાા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આણંદનાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સમાજમાં પ્રતિષ્ઠીત ગણાતા તબીબ અને વકીલ દુષ્કર્મના આરોપમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ : રજાના દિવસે વગુદળ નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રો નદીમાં ડૂબ્યા, બેના મોત
આણંદ જિલ્લાનાં એક ગામમાં રહેતી યુવતી આજથી ચાર વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. આ સમારંભ દરમિયાન ફોટોગ્રાફર પાસે પોતાનાં ફોટા પડાવ્યા હતા. આ ફોટાઓ મેળવવા માટે યુવતીએ આણંદનાં સંદીપકુમાર ચંદ્રશેખરને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ સંદિપએ યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને યુવતીનો અકસ્માત થતા સંદિપે આઠ હજાર રૂપિયાની મદદ પણ કરી હતી. દોઢ વર્ષ બાદ સંદીપે યુવતી સાથે અન્ય સાથે સંબધો હોવા બાબતે ઝધડો કર્યો હતો,અને તેણીની પાસે તાત્કાલીક આપેલા પૈસા પરત માંગ્યા હતા. જેથી યુવતીએ તેને પૈસા પરત આપી સંદીપ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જો કે સંદિપ અવારનવાર યુવતીને રસ્તામાં મળીને હેરાન કરતો હતો.
‘પિતાને બહેન અને માતાને ભાઈ પસંદ છે, હું કોઈને ગમતી નથી’ ચિઠ્ઠી લખીને સગીરાએ ઘર છોડ્યું
આ ધટના બાદ યુવતી આણંદનાં એસટી બસ સ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે તેણીનાં મોબાઈલફોનમાં અમદાવાદનાં પ્રધ્યુમન ગોહીલે ફોન કર્યો હતો. પોતે એડવોકેટ તરીકે ઓળખ આપી હતી. નોકરીની જરૂર હોય તો કહેજે તેમ કહી મિત્રતા કરી હતી, ત્યારબાદ યુવતીએ સંદિપ પોતાની પાસે પૈસાની માંગણી કરી હેરાન કરતો હોવાની વાત પ્રધ્યુમનને કરી હતી. જેથી પ્રધ્યુમનએ સંદિપને કોન્ફરન્સમાં લઈને પૈસા આપી દઈશ તેમ કહેતા સંદિપે યુવતીને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું.
ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના
જો કે ત્યાર બાદ એડવોકેટ પ્રધ્યુમન ગોહીલે યુવતીને ફોન કરીને જણાવ્યું કે મે તારા વતી સંદીપને રૂપીયા આપી દીધા છે. તો તારે હવે મને મળવું જોઇએ તેમ કહી યુવતીને હોટલમાં મળવા માટે બોલાવી હતી. ત્યાર બાદ યુવતી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એડવોકેટ પ્રધ્યુમન ગોહીલે શરીરસબંધ બાંધતી વખતે મોબાઈલફોનમાં તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ પ્રધ્યુમન ગોહીલે યુવતીને ફરીવાર હોટલ આવવાનું કહેતા યુવતીએ આવવાની ના પાડી હતી. અગાઉ ઉતારેલો વિડીયો વાયરલ કરી દેવાની ધાક-ધમકી આપીતા યુવતીનો વિડીયો વાયરલ થવાની બીકે હોટલમાં ગઇ હતી. જયાં યુવતીનાં કપડા કાઢી નાખીને મોબાઇલમાં ફરી નગ્ન હાલતના ફોટા પાડ્યા હતા. તે વખતે અચાનક હોટલની રૂમના બાથરૂમમાંથી સંદિપ બહાર નીકળી યુવતીનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. જેથી યુવતી તાત્કાલીક કપડા પહેરી ત્યાંથી નીકળી ગઇ હતી.
[[{"fid":"349393","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ઝડપાયેલા ત્રણેય નરાધમ આરોપીઓ)
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, પણ માનતા-બાધા પૂરી કરનારાઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા
ફોટોગ્રાફર સંદીપે ત્યારબાદ યુવતીને કોલ કરી નગ્ન ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી પોતાનાં ઘરે મળવા બોલાવી હતી. ત્યાં ફરી એકવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સંદિપ અવાર નવાર યુવતીને બોલાવી દુષ્કર્મ આચરતો હતો. યુવતીની માતા બિમાર થતા યુવતી માતાને લઈને વ્હેરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા ગઇ હતી. ત્યારે ડૉ.મેહુલ પ્રજાપતીએ યુવતીની માતાની સારવાર કરી હતી. ત્યારબાદ ડૉ.મેહુલએ યુવતીનાં મોબાઈલફોન પર મેસેજો કરતા યુવતીએ ડોકટર મેહુલનો નંબર બ્લોક કરી દેધો હતો. જેથી ડૉ.મેહુલ પ્રજાપતીએ બીજા નંબરથી વ્હોટસ એપ પર યુવતીનાં નગ્ન ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. વ્હેરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળવા માટે બોલાવી હતી. એક રૂમમાં લઈ જઈ તેણી સાથે શારીરીક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું.
આવતીકાલે PM મોદી અને અમિત શાહને મળશે ગુજરાતના નવા મુખ્યમંત્રી
બ્લેકમેલ કરી યુવતી સાથે ત્રણ જણા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ આ બનાવ અંગે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીઓ અમદાવાદનાં એડવોકેટ પ્રધ્યુમનસિહ બીપીનભાઇ, આણંદનાં ફોટોગ્રાફર સંદિપ ચંન્દ્રશેખર તરકે અને બોરસદનાં દેદરડા ગામે રહેતા અને વ્હેરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોકટર મેહુલ મણીભાઇ પ્રજાપતિની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube