ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈક (e bike) ની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી (fire) ઉઠી હતી. 

Updated By: Sep 19, 2021, 03:18 PM IST
ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના

દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈક (e bike) ની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી (fire) ઉઠી હતી. 

ખંભાળિયાના બેઠક રોડ પાસે આવેલ પુલ પર જ ઇ-બાઇક સળગી ઉઠી હતી. અચાનક જ ઈ-બાઇક સળગી ઉઠતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, આગ લાગવાની ઘટનામાં આખી બાઈક સળગી ઉઠી હતી, માત્ર તેના પૂરજા જ બચ્યા હતા. આગની ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી ફાયર વિભાગે આવીને આગ બૂઝાવી હતી. 

આ પણ વાંચો : કાચાપોચાનું હૃદય બેસી જાય તેવું ક્રાઈમ, પત્નીનું ગળુ કાપીને મસ્તક લઈને આખા શહેરમાં ફર્યો પતિ   

એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકો ઈ-બાઈક તરફ વળ્યા છે. એકવાર ચાર્જ કર્યા બાદ આ બાઈક લાંબો સમય સુધી રસ્તા પર દોડે છે. આ કારણે લોકો હવે ઈ-બાઈક તરફ વળ્યા છે. પરંતુ ઈ-બાઈકમાં શોર્ટ સર્કિટ થવાના અનેક કિસ્સા બનતા હોય છે. આ પહેલા કચ્છના અંજારમાં એક રહેણાંક મકાનમાં ઈ-બાઈક ચાર્જ કરવા દરમિયાન અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મોટાભાગનું ઘર આગની ઝપેટમાં આવી જતાં લાખોના નુકસાનાથી મધ્યમવર્ગીય પરીવારના માથે આભ તુટી પડયું હતું.