નિતિન પટેલે બિલ રજુ કરતી વખતે કરી સ્પષ્ટતા, ગુજરાતની પ્રજા પર કોઈ વધારાનો બોજ આવશે નહીં
નાયબ મુખ્ય મંત્રી (Dy CM) એ જણાવ્યું કે પ્રતિમાસ ૬ હજારથી ઓછી આવક વાળા ને શૂન્ય, ૬,૦૦૦થી ૯,૦૦૦ ની આવક વાળાને રૂપિયા ૮૦, ૯ હજારથી ૧૨ હજારની આવક વાળાને રૂપિયા ૧૫૦ તેમજ ૧૨ હજારથી વધુ આવક ધરાવનારને રૂપિયા ૨૦૦ વેરો ભરવાનો થાય છે.
ગાંધીનગર: વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર ઉપર ૧૯૭૬ ના વેરા અધિનિયમ હેઠળ કરવેરા વસૂલ કરવામાં આવતા હતા ઉપર ૧૯૭૬ના વીરા અધિનિયમ હેઠળ કરવેરા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૭ થી જીએસટી (GST) નો અધિનિયમ આવતાં ૧૯૭૬ વેરા અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ તમામ વ્યવસાય વ્યાપાર ધંધા રોજગાર પર ૨૦૧૭ ના જીએસટી અધિનિયમ હેઠળ વેરો વસૂલ કરવામાં આવશે તેવો ટેકનીકલ સુધારો ગુજરાત રાજ્ય વ્યાપાર વ્યવસાય ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક ૨૦૨૧ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) રજૂ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી (Dy CM) એ સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું કે ૨૦૧૭ ના જીએસટી અધિનિયમ થી ગુજરાતની પ્રજા પર કોઈપણ વધારાનો કરબોજ આવતો નથી પરંતુ વેટમાં જે કરદાતાઓ કર ભરતા હતા તે જ કરદાતાઓ જીએસટીમાં સમાનવેરો ભરવાપાત્ર થાય છે. નાયબ મુખ્ય મંત્રી (Dy CM) એ જણાવ્યું કે પ્રતિમાસ ૬ હજારથી ઓછી આવક વાળા ને શૂન્ય, ૬,૦૦૦થી ૯,૦૦૦ ની આવક વાળાને રૂપિયા ૮૦, ૯ હજારથી ૧૨ હજારની આવક વાળાને રૂપિયા ૧૫૦ તેમજ ૧૨ હજારથી વધુ આવક ધરાવનારને રૂપિયા ૨૦૦ વેરો ભરવાનો થાય છે.
લધુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા અનિવાર્ય:- શિક્ષણમંત્રી
નાયબ મુખ્યમંત્રી (Dy CM) એ જણાવ્યું કે અગાઉ વ્યવસાય વેરાની આવક રાજ્ય સરકારની તિજોરીમાં જતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ને આર્થિક રીતે સદ્ધર કરવા જે તે વિસ્તાર માંથી મળેલ પ્રોફેશનલ ટેક્સ નો ઉપયોગ સંબંધિત સ્થાનિક સ્વરાજ્યમાં કરવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી (Dy CM) એ એમ પણ કહ્યું કે સરકારી તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ ના પગાર ના પ્રોફેશનલ ટેક્સની આવક જ માત્ર રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે આ સિવાયના વ્યવસાય ધંધા-રોજગાર માંથી મળતા વ્યવસાય વેરા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પોતાના વિકાસ માટે ઉપયોગમાં લઇ રહી છે.
એમ પણ કહ્યું કે વ્યવસાય વેરાની વસૂલાત વધુમાં વધુ વાર્ષિક ૨૫૦૦ રૂપિયા સુધીની જ કરવામાં આવે છે.નાયબ મુખ્ય મંત્રીએ વર્ષ ૨૦૧૯ ૨૦ ની મહાનગરપાલિકાઓની વ્યવસાય વેરા ની વિગતો આપતા જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૮૩ કરોડ સુરતમાં ૧૪૮ કરોડ વડોદરામાં રૂપિયા ૧૫૦ કરોડનો તેમજ રાજકોટમાં રૂપિયા ૧૩૦ કરોડ વ્યવસાય વેરાની આવક થઇ છે. નાયબ મુખ્ય મંત્રી ગુજરાત (Gujarat) રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા સુધારા વિધેયક ૨૦૨૧ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું તેને પસાર કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube