ઝી બ્યુરો/સુરત: શહેરના વરાછા રોડ પર આવેલ મોહનનગર સોસાયટીમાં આવેલ સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં 48.86 લાખની કિમતના 148 કેરેટ હીરાની ચોરીની ઘટના સામે આવી છે. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જવા પામી છે. જેમાં એક ઇસમ ઇસમ મોઢે રૂમાલ બાંધી કારખાનામાંથી હીરાની ચોરી કરી ફરાર થઇ જતો દેખાઈ રહ્યો છે. આ મામલે પોલીસે કારખાનેદારની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ પરિણીત મહિલાઓ પડી રહી છે બીજાના પ્રેમમાં? એકસ્ટ્રા મેરિટલ અફેરમાં 2.5 ગણો ઉછાળો


સુરતના વરાછા રોડ પર આવેલ મોહનનગરમાં સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં 48.86 લાખની કિમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી હતી જેમાં વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મુકેલ હીરા સિફતપૂર્વક લઈને ફરાર થઇ ગયો હતો. જોકે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જેમાં સવારે કારખાનેદાર પોહચતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.


ગુજરાના આ શહેરમાં પાણીનો કકળાટ શરૂ, મહિલાઓ રોષે ભરાતાં પોલીસ સાથે ઝપાઝપી


આ ઘટના બાદ કારખાનાના માલિકે પોલીસને જાણ કરતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ૪૮ લાખ થી વધુની કિંમતના હીરાની ચોરી થતા કારખાનેદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી આધારે આરોપીને પકડી પાડવા જુદી જુદી ટીમો રવાના કરી હતી. જોકે પોલીસે કારખાનેદારની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે કારખાનેદાર ધુલાભાઈએ જણાવ્યું હતું કે હીરાનો 150 કેરેટ માલ બોઇલ કરવાના મશીનમાં પ્રોસેસ કરવા મુકેલા હતા જેને એક અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં એક ઇસમ ચોરી કરીને જતો દેખાય છે.


માર્ચમાં ફરવા આ છે ભારતની શ્રેષ્ઠ જગ્યાઓ, વધારે ખર્ચ નહીં થાય અને આજીવન રહેશે યાદ


એસીપી પી.કે પટેલે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા મોહનનગર સ્થિત આવેલા સંત આશિષ ડાયમંડ નામના કારખાનામાં સવારે પોણા આઠેક વાગ્યાની આસપાસ 48.86 લાખની કિમતના 148 કેરેટ હીરાની ચોરી થઇ છે. આ મામલે કારખાનાના માલિકને જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે કાપોદ્રા પોલીસ કારખાનાના માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 


ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે જઈને પણ તપાસ કરી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજમાં એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ખાતામાં પ્રવેશે છે. અને ખાતામાં માણસો કામ કરતા હતા તેની વચ્ચે થઇ અજાણ્યો ઇસમ બીજા ખાતામાં ઘુસી હીરાની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે હાલ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે. 


ઘોડાના વાડામાંથી મળેલી યુવાનની લાશનો ભેદ ખૂલ્યો, પ્રેમમાં પ્રેમીને મળ્યું કરૂણ મોત


વધુમાં મળતી માહિતી મુજબ હીરા ચોરી કરનાર ઇસમેં એક દિવસ અગાઉ રેકી કરી હતી અને બીજા દિવસે હીરાનું કારખાનું ચાલુ હતું તે દરમ્યાન મોઢે માસ્ક બાંધી કારખાનામાં પ્રવેશ કર્યો હતો અને કારીગરોની વચ્ચે કામ કરતા હતા તેઓની વચ્ચેથી પસાર થઈને કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જો કે હાલ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.