ઘોડાના વાડામાંથી મળેલી યુવાનની લાશનો સૌથી મોટો ભેદ ખૂલ્યો, પ્રેમસબંધમાં પ્રેમીને મળ્યું કરૂણ મોત

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં ભગવતી લેથ વાળાના મકાનમાં ભાડે રહેતો ચેતનભાઇ રમેશભાઈ ચાવડા તેના ઘર પાસે આવેલ તેના ઘોડા બાંધવાના વાડામાં રાતે સૂતો હતો, ત્યારબાદ તે ઉઠ્યો ન હતો. જેથી કરીને તેના મિત્રો વાડે ગયા હતા. 

ઘોડાના વાડામાંથી મળેલી યુવાનની લાશનો સૌથી મોટો ભેદ ખૂલ્યો, પ્રેમસબંધમાં પ્રેમીને મળ્યું કરૂણ મોત

હિમાંશું ભટ્ટ/મોરબી: પરિવારના કોઈ સભ્યને પ્રેમસબંધ પસંદ ન હોય તો તેના માઠા પરિણામ આવે તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે આવો જ એક બનાવ તાજેતરમાં મોરબી મોરબી શહેરમાં બનેલ છે. જેમાં મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો, તે યુવતીના સગા ભાઈએ પ્રેમી યુવકને તેના વાડામાં ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. જેની મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં ભગવતી લેથ વાળાના મકાનમાં ભાડે રહેતો ચેતનભાઇ રમેશભાઈ ચાવડા તેના ઘર પાસે આવેલ તેના ઘોડા બાંધવાના વાડામાં રાતે સૂતો હતો, ત્યારબાદ તે ઉઠ્યો ન હતો. જેથી કરીને તેના મિત્રો વાડે ગયા હતા. ચેતનભાઈ ચાવડા નહીં ઉઠતાં તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ થયું હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જેમાં ચેતનભાઈની ગળાટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

મોરબીમાં થયેલ હત્યાના આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતા મધુબેન રમેશભાઇ મોતીભાઇ ચાવડાએ મહેશભાઇ દેવજીભાઇ વણોલ જાતે અનુ.જાતી રહે. જવાહર સોસાયટી પાસે મફતીયા પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી, અને હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી મહેશભાઇ દેવજીભાઇ વણોલની ધરપકડ કરી છે અને તેને મૃતકને વાયરથી ગળાટૂંપો આપીને હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે.

મળતી માહિતી મુજબ આરોપી મહેશભાઇ દેવજીભાઇ વણોલની બહેન સાથે મૃતક ચેતન ચાવડાને પ્રેમસબંધ હતો. જેને લઈને અગાઉ આરોપીએ ચેતનભાઈની સાથે ઝઘડો પણ કર્યો હતો. ચેતનભાઈને ઘોડો બંધવાના વાડે નહી આવવા માટે ધમકી આપી હતી. જો કે, ચેતનભાઇ તા 11/2 ની મોડી રાત્રે વાડામાં આવ્યો હતો. જે આરોપીને સારૂ નહી લાગતા તેને રાત્રીના સમયે ચેતનભાઈ સૂતા હતા, ત્યારે વાયર વડે ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. જેથી હત્યાના આ ગુનામાં આરોપી મહેશભાઇ દેવજીભાઇ વણોલની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી મોરબી બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે. 

પ્રેમી યુવાનની હત્યા કરનારા પ્રેમિકાના ભાઈની હાલમાં પોલીસે ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટેની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, આવી ઘટનાઓ ઉપર બ્રેક કયારે લાગશે તે સૌથી મોટો સવાલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news