Patan: પાટણમાં બે જ્વેલર્સની દુકાનને ચોર ટોળકીએ બનાવી નિશાન, 7 કિલો ચાંદીની ચોરી
બે જવેલર્સની દુકાનમાં ચોરી થવા મામલે પોલિસે ફરિયાદ નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને એક દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરી કરવા આવેલ ઈસમો ઈકો ગાડી લઈને આવ્યા હતા.
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ પાટણ શહેરના વેપારીઓ ભયભીત બન્યા છે. અહીં ગત રાત્રે બે જ્વેલર્સની દુકાનોને ચોર ટોળકીએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી છે. ત્યારબાદ આ ટોળકી પલાયન થઈ જતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.
પાટણ શહેરમાં ઘરફોડ ચોરી બાદ હવે બજારોમાં આવેલ દુકાનોને ચોર નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરીને સફળતા પૂર્વક અંજામ આપી રહ્યાં છે. શહેરમાં આવેલ તિરુપતિ જવેલર્સ અને શ્રી યમુનાજી જવેલર્સ નામની દુકાનોને ગત મોડી રાત્રે નિશાન બનાવી ચોર ટોળકીએ તાળા તોડી તેમજ શટર તોડી અંદર પ્રવેશ કરી બન્ને જવેલર્સમાંથી 13 કિલો ચાંદી જે ની કિંમત રૂપિયા 7 લાખથી પણ વધુની થવા પામે છે. જેની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે બાબતની જાણ વહેલી સવારે જ્વેલર્સના માલિક વિશાલ મોદીને થતા તેઓએ આ અંગે પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ પોલીસે જવેલર્સ મલિકની ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: વિદ્યાર્થિનીઓ પાસે અભદ્ર માંગ કરનાર ગુ. યુનિના પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ
બે જવેલર્સની દુકાનમાં ચોરી થવા મામલે પોલિસે ફરિયાદ નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને એક દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરી કરવા આવેલ ઈસમો ઈકો ગાડી લઈને આવ્યા હતા. જેની પોલીસે તપાસ કરતા તે ચોરીની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આ ચોરીનો ભેદ ઝડપી ઉકેલાઈ જશે તેવું પાટણ જિલ્લા એસપી જણાવી રહ્યા છે.
પાટણ શહેરના મધ્યમાં આવેલ હિંગળા ચાંચર વિસ્તાર જે ગીચ વિસ્તાર છે અને અહીં ચોકમાં પોલીસ વિભાગ દ્વારા સીસી ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સાથે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ કરતી હોય છે. છતાં પણ આ વિસ્તારની બે જવેલર્સની દુકાનમાં તસ્કર ટોળકી પોતાના પ્લાનને અંજામ આપવામાં સફળ થઈ હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube