આ કોઇ સાધુ નથી નિવૃત પોલીસ અધિકારી છે, દાઉદને ગુજરાતમાં ન ઘુસવા દીધો, લતિફને ઠાર માર્યો
એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને લતીફ જેવા ગુનેગારોનું નામ સાંભળીને પેન્ટ ભીનું થઇ જતું હતું. ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતા જ પોલીસની એક સ્વચ્છ અને બહાદુર છબી મગજમાં તરવરી જાય તેવા નિવૃત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક હાલ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબાવાળ અને દાઢીધારી DGP કોઇ સાધુ લાગી રહ્યા છે. આ લુકમાં તેમની સાથે વર્ષો સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓ પણ ઓળખી નથી શકતા.
અમદાવાદ : એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને લતીફ જેવા ગુનેગારોનું નામ સાંભળીને પેન્ટ ભીનું થઇ જતું હતું. ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતા જ પોલીસની એક સ્વચ્છ અને બહાદુર છબી મગજમાં તરવરી જાય તેવા નિવૃત DGP એ.કે સૂરોલિયાનો નવો લુક હાલ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબાવાળ અને દાઢીધારી DGP કોઇ સાધુ લાગી રહ્યા છે. આ લુકમાં તેમની સાથે વર્ષો સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓ પણ ઓળખી નથી શકતા.
સોખડા ગામે જમીન સંપાદન મામલે વિરોધ: કબજેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસકર્મી સહિત 9ને ઇજા
જે પોલીસ અધિકારી પર રઇશ ફિલ્મ બની અને નવાઝુદ્દીન સિદ્દીકીએ જેનો રોલ નિભાવ્યો હતો તે અધિકારી હવે સાધુ જેવું જીવન પસાર કરી રહ્યા છે. ગુજરાતમાં સુરેલિયાનું નામ આજે પણ ખુબ જ આદરથી આજે પણ લેવાય છે. 90 ના દશકમાં તેમના નામથી ભલભલા અસામાજીક તત્વો જોજનો છેટા જતા રહેતા હતા.
રાજકોટમાં કીચડમાં ડુબી રહેલા ઘોડાનું દિલધડક રેસક્યું, જવાનને જલદ કેમિકલ અડી ગયું અને...
ભારત માટે માથાનો દુખાવો બનેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી શક્યો નહોતો. દાઉદને ન માત્ર પડકારી પરતુ ગુજરાતમાં સંપુર્ણ નિષ્ફળ બનાવનારા જાંબાજ પોલીસ અધિકારી સુરેલિયા હાલ નવા લુકના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. સુરેલિયા ગુજરાત એટીએસનું સુકાન પણ સંભાળી ચુક્યાં છે.
ખાનગી શાળાઓની દાદાગીરીથી કંટાળેલા વાલીઓની તરકીબ, ફી પણ નહી અને બાળક પણ હોશિયાર બને
હાલ પોતાની નિવૃતિનો સમય વાંચનમાં અને મનપસદ પ્રવૃતિઓ કરવામાં વિતાવી રહ્યા છે. સુરેલિયા જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે માત્ર અમદાવાત જ નહી સમગ્ર ગુજરાતનાં ગુનેગારો નામથી ગભરાતા હતા. કેટલાક કિસ્સાઓમાં સુરેલિયાના નામથી જ કેસની પતાવટ થઇ જતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube