Vadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આજે બપોર ના સમયે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને એક અજાણ્યા મેલ આઇડીથી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે! જાણો આદ્રા નક્ષત્રમા ક્યા કેવો પડશે વરસાદ


ઘટનાની ગંભીરતા જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંબંધિત શૂરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી ભર્યો મેલ મળ્યો હોવાની માહિતી મળતાની સાથે જ CISF સ્થાનિક પોલીસ સહિતની સુરાક્ષા એજન્સીઓ કામે લાગી હતી અને વડોદરા એરપોર્ટ ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 


વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો; બાળકીના પેટમાંથી ચાવી કાઢીને ડોક્ટરે આપ્યું નવ જીવન


પ્રાપ્ત માહિતી અનુસાર દેશના લગભગ પંદરથી વધુ એરપોર્ટ પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ પ્રકારે ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી ને સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોના લગેઝ, બોર્ડિંગ પાસ, ટિકિટ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો સાથે જ એરપોર્ટ પર આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું.


ગુજરાતમાં ઉધું ઘાલીને ફરવા ઉપડી ના જતા! 45 નદી-તળાવોમાં ન્હાવા પર મૂકાયો પ્રતિબંધ


મીડિયા સાથેની વાતચીતમાં એરપોર્ટ ડાયરેકટર પ્રદીપ ડોબરિયાલ એ જણાવ્યું હતું કે આજે બપોરે 12:42 કલાકે gmail એકાઉન્ટ પરથી અજાણ્યા શખ્સ દ્વારા ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં વડોદરા એરપોર્ટ સહિત દેશના અન્ય 15 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે મેઈલ મળતાની સાથે એરપોર્ટ ઓથરિટી દ્વારા બોમ્બ એસ. ઓ.પી પ્રમાણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.


ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!


સદનસીબે મેઈલ મળ્યો તે દરમિયાન કોઈ ફલાઇટની શિડ્યુલ્ડ ન હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ પણ ફલાઇટ રોકવામાં આવી નથી. સમગ્ર મામલાની જાણ થતાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હરણી પોલીસ મથકે ખોટી અફવા ફેલાવી ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામ


ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સીઓમાં ચેકીંગ દરમિયાન એક કારમાંથી શંકાસ્પદ ઈલેકટ્રોનિક ડીવાઈસ મળી આવ્યું હતું. જે ડિવાઈસ અંગે પોલીસે પુચ્છા કરતા કાર ચાલક યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસે કારમાંથી મળેલા ડિવાઈસ અંગે તપાસ કરવાને બદલે કાર ચાલકને ત્યાંથી રવાના કરી દેતા હરણી પોલીસની ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ હતી.