ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!

આઇઆઇટી દિલ્હીથી માસ્ટર ઇન ફાઇબર સાયન્સનો અભ્યાસ પુરો કરનાર પ્રશાંતે એવી ગંજીનું નિર્માણ કયુ છે જે સતત હૃદયના ધબકારનો રેકોર્ડ રાખે છે. જેના આધારે ડોક્ટર તેનો અભ્યાસ કરી દર્દીનો હૃદયની કોઇ બિમારી છે કે કેમ તે ચકાસણી કરી તેની સારવાર કરે છે.

ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!

ઝી બ્યુરો/અમદાવાદ: કોરોનાની વૈશ્વિક બિમારી બાદ યુવાનોમાં હાર્ટ એકેટ અને કાર્ડીઆક એરેસ્ટની ઘટનાઓમાં અનેક ઘણા વધારો થયો જેનાથી બચવાનો ઉપાય કદાચ મેડીકલ સાયાન્સ પાસે પણ ન હતો. રમતમા મેદાનમાં અથવા તો રસ્તા ચાલતા અચાનક ઢળી પડતા યુવાનોને જોઇ અમદાવાદમાં રહેલા પ્રશાંત વર્માને હૃદયની ગતીવિધીની નિયમિત ધોરણે નજર હોવી જોઇએ તેવો વિચાર આવ્યોને પ્રશાંત વર્માએ હૃદય ગંજી નામનું ઇનોવેશ કર્યુ.

આઇઆઇટી દિલ્હીથી માસ્ટર ઇન ફાઇબર સાયન્સનો અભ્યાસ પુરો કરનાર પ્રશાંતે એવી ગંજીનું નિર્માણ કયુ છે જે સતત હૃદયના ધબકારનો રેકોર્ડ રાખે છે. જેના આધારે ડોક્ટર તેનો અભ્યાસ કરી દર્દીનો હૃદયની કોઇ બિમારી છે કે કેમ તે ચકાસણી કરી તેની સારવાર કરે છે. પ્રશાંત વર્માએ હૃદય ગંજીના નામના પોતાના સ્ટાર્ટઅપ અને ઇનોવેશમાં એક ગંજી બનાવી છે. આ ગંજીમાં પ્રશાંત વર્માએ પોતે તૈયાર કરેલ એક સ્માર્ટ ડિવાઇઝ અને સેન્સર લગાડ્યા છે. 

ગંજી પહેરતાં પહેલાં આ ડિવાઇઝને ચાલુ કરી મોબાઇલમાં ઇન્સ્ટોલ કરેલ ખાસ એપ્લીકેશન સાથે જોડવાનુ હોય છે. ત્યાર બાદ જ્યાં સુધી ગંજી પહેરેલી હોય ત્યાં સુધી સતત હૃદયના ધબકારા એટલે કે ઇસીજી તથા શ્વાસોશ્વાસની પ્રક્રિયા મોબાઇલમાં રેકોર્ડ થતી જાય છે. કપડા સતત શરીર સાથે જોડાયેલા રહે છે માટે શરીરની તમામ ગતીવિધીની નોંધ કરવા માટે ટેક્સટાઇલ્સને સ્માર્ટ બનાવવા ગંજીમાં સેન્સર લગાડ્યા. 

ઘણા લોકોને હૃદય સંબંધી બિમારના લક્ષણો અઠવાડીયમાં એક કે બે વાર દેખાતા હોય છે એટલે કે એક કે બેવાર ઇસીજીમાં ફેરફાર આવે છે. જ્યારે દર્દી પોતાની તકલીફને લઇ દવાખાને જઇ ઇસીજી કરાવે ત્યારે આ ફેરફાર ન દેખાય એવુ પણ બની શકે. એવા સંજોગોમાં આ હૃદય ગંજી હૃદયના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની શકે.

આ હૃદય ગંજી થકી હૃદયની તમામ ગતીવિધિ મોબાઇલમાં રેકોર્ડ થતી રહે છે. જેનુ મોનીટરીંગ કરી ડોક્ટર દર્દીની સચોટ સારવાર, અત્યારે આ હૃદય ગંજીનુ પ્રાયોગીક ધોરણે ટ્રાયલ ચાલી રહ્યા છે. સરકારની કાયદાકીય પ્રક્રિયા પુર્ણ થતાં તે બજારમાં ઉપલબ્ધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news